અમદાવાદ માં આવેલા જુના સ્થળોને નવા નામ આપવાના અભિગમ ધરાવતા શાસક પક્ષ દ્વારા થોડા વર્ષો અગાઉ વિકટોરીયા ગાર્ડન નું નામ બદલીને લોકમાન્ય બાલ ગંગાધર તિલક સાથે જોડીને આ ગાર્ડનનું નામ તિલક બાગ આપવામાં આવ્યુ છે.
અમદવાદ શહેરમાં આવેલા અંદાજે સો વર્ષ જુના એવા વિકટોરીયા ગાર્ડન ને રૂપિયા 3 કરોડના ખર્ચે નવો લુક આપવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉપર હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સીધી દેખરેખ હેઠળ કામગીરી ચાલી રહી છે. ગાર્ડનમાં આવેલા વર્ષો જુના એવા એક પણ વૃક્ષને કોઈ પ્રકારે નુકસાન ના થાય એ માટેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. વર્ષના અંત સુધીમાં ગાર્ડનમાં બાકી રહેલી કામગીરી પુરી થયા બાદ એનુ લોકાર્પણ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલનુ કહેવુ છે.
અમદાવાદના લોકોને હજુ તિલક બાગ યાદ રહેતુ ના હોવાથી આ ગાર્ડન વિકટોરીયા ગાર્ડન તરીકે આજે પણ ઓળખાઈ રહ્યો છે.આ કામગીરી પાછળ અંદાજે 3 કરોડ જેટલો ખર્ચ થશે. જે પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશન ને એક પણ રૂપિયાનો ખર્ચ ભોગવવાનો આવશે નહી, કારણ કે આ પ્રોજેક્ટ પીપીપી મોડલ પર મંજૂર કરવામાં આવ્યો છે. શહેરના ઐતિહાસિક એવા એલિસબ્રીજથી આસ્ટોડિયા તરફ જવાના રસ્તા ઉપર વિકટોરીયા ગાર્ડન આવેલો છે.આ ગાર્ડન પણ અંદાજે સો વર્ષ જુનો હોવાનો જાણકારોનો અભિપ્રાય છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં વિવિધ વિસ્તારોમાં નવા ગાર્ડન લોકો માટે કાર્યરત કરાયા બાદ હવે નાના અને મોટા એમ કુલ મળીને ગાર્ડનની કુલ સંખ્યા 264 ઉપર પહોંચી છે.ગાર્ડન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ લેન્ડસ્કેપ ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ આ ગાર્ડન ના નવીનીકરણનું કામ ચાલી રહ્યુ છે. 26000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ ગાર્ડનનો મુખ્ય પ્રવેશ દ્વારા હેરીટેજ થીમ આધારીત રહેશે, જે રીવરફ્રન્ટના પાર્કિંગ તરફ બનાવવામાં આવી રહ્યો છે. જે કામ વર્ષના અંત સુધીમં પૂર્ણ થયા બાદ શહેરીજનો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268