વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું છે. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11:15 કલાક આસપાસ પહોંચ્યું હતું.
જામનગર ખાતે આ વિમાન પહોંચતાં અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષના આંસુ ઊમટ્યાં હતાં, પોતાના વતનમાં સુરક્ષિત પહોંચતાં જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનિટરિંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268