આજના કળિયુગમાં માનવતા હજુ અસ્તિત્વ ધરાવે છે તેવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે.
એવો જ એક કિસ્સો રાજકોટમાંથી આવ્યો છે.
ગઈકાલે રાતે એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતા જમીન પર ઢાળી પડ્યો હતો. એવા સમયે એક યુવાને કોરોનાનો ડર રાખ્યા વિના ડાલી પડેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવાની શરુ કરી હતી.
રાજકોટના મવડી વિસ્તારમાં ગઈકાલે રાતે એક વ્યક્તિ કે જે કોરોના પોઝિટિવ હતો તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પરિણામે તેણે 108માં ફોને કર્યો હતો. પરંતુ રાજકોટમાં કોરોનની સ્થિતિ જે રીતે બેકાબુ બની છે. તેના લીધે તે સમાટે કોઈપણ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેમ નહોતી.
2 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવતા દર્દી ખુબ જ ગભરાઈ ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લીધે શરીરમાં ઓક્સિજનની ઉણપ થતા દર્દી જમીન પાર ઢળી પડ્યો હતો.
આવા સમયે એક અભય ત્રિવેદી નામક યુવાન ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. જયારે કોઈ પણ વ્યક્તિ દર્દીની મદદે ન આવ્યો ત્યારે આ યુવાને દર્દીને પ્રાથમિક સારવાર આપી તેમ જ પંપીંગ કરીને જીવ બચાવી લીધો હતો.
ત્યાર બાદ યુવાને 108 ના કંટ્રોલ રૂમમાં ફોને કર્યો અને પરિસ્થિતિ ગંભીરતા જણાવી. દર્દીની પરિસ્થિતિને સમજતા 108 એ પણ વગર વિલંબ કરે દર્દીની મદદ માટે પહોંચી ગઈ હતી. ત્યાંથી દર્દીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. સાથે સાથે ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. ત્યારે લોકોને મુશેક્લીઓનો સામનો કરવો પડી રહ્યો છે.