અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે તા.૨૮ મે-૨૦૨૧ સુધી અંબાજી મંદિર અને
તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ૨૭ મે-૨૦૨૧ હુકમ અન્વયે
અંબાજી મંદિર તા. ૪/૬/૨૦૨૧ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.
દીઓદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ માંથી મંજુર થયો ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant
વધુમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર,
અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) તથા
અંબિકા ભોજનાલય પણ તા.૪ જુન-૨૦૨૧ સુધી બંધ કરવામાં આવે છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ
અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી સામે માં અંબે સર્વેની રક્ષા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ.
ધર્મસભાના ધર્માધાયક દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સહાય મુદે દિઓદર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર