Shantishram News, Diyodar, Gujarat.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે,
આગામી તહેવારો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી
શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય ફેરફાર થયેલો છે.
જેમાં તા.૦૫/૧૧/૨૦૨૧ શુક્રવારે (બેસતું વર્ષ)
આરતી સવારે ૬:૦૦ થી ૬:૩૦, દર્શન સવારે ૬:૩૦ થી ૧૦:૪૫,
રાજભોગ બપોરે ૧૨:૦૦ થી ૧૨:૧૫, અન્નકુટ આરતી ૧૨:૧૫ થી ૧૨:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫,
આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦,
દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦, તેમજ
તા.૦૬/૧૧/૨૦૨૧ કારતક સુદ-૨ થી તા.૦૯/૧૧/૨૦૨૧ લાભ પાંચમ સુધી
આરતી સવારે ૬:૩૦ થી ૭:૦૦, દર્શન સવારે ૭:૦૦ થી ૧૧:૩૦,
રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫,
આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦,
દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦ અને તા.૧૦/૧૧/૨૦૨૧ થી દર્શનનો સમય આ મુજબ યથાવત રહેશે
જેમાં આરતી સવારે ૭:૩૦ થી ૮:૦૦, દર્શન સવારે ૮:૦૦ થી ૧૧:૩૦,
રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫,
આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૧:૦૦ રહેશે.
જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268