દીઓદર નગરે આદર્શ હાઈસ્કુલના પટાંગણમાં લાયન્સ કલબ દીઓદર દ્વારા ટ્રેડીશનલ ગરબા સ્પર્ધા સહ શારદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
પધારેલા સૌ મહેમાનોને લાયન્સ કલબ દીઓદરના પ્રમુખ બી.કે.જાેષી એ આવકારી જણાવેલ કે લાયન્સ મિત્રોએ જે તેમનામાં વિશ્વાસ મુકી સુકાન સોંપ્યા બાદ આ ભવ્ય કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ.
પ્રારંભમાં દીઓદરના પૂર્વ ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ભાજપના જીલ્લા મહિલા પ્રમુખ ભીખીબેન વોરા તથા સ્પોન્સર પરિવારના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદમાં સૌએ માતાજીની આરતી ઉતારી કાર્યક્રમને ખુલ્લો મુકેલ.
આ કાર્યક્રમ માં છ ટીમો ટ્રેડીશનલ ગરબા સ્પર્ધામાં જાેડાયેલ. તેમણે તેમનું પરફોમ્સ દર્શાવેલ બાદમાં સામૂહિક ગરબા મહોત્સવ યોજાયેલ જે મોડી રાત સુધી ચાલેલ.
આ પાવન અવસરે સહયોગ આપનાર દાતા પરિવારોનું બહુમાન લાયન્સ મિત્રો દ્વારા કરવામાં આવેલ.
લાયન્સના મંત્રી જામાભાઈ ટી.પટેલે તમામ દાતા પરિવારોને આવકારેલ.
ટ્રેડીશનલ ગરબા સ્પર્ધામાં જાેડાયેલ છ ટીમો પૈકી પ્રથમ સ્થાન મોડલ સ્કુલ દીઓદર, બીજા સ્થાને તપસ્વી નર્સીંગ કોલેજ, ત્રીજા સ્થાને આદર્શ હાઈસ્કુલ દીઓદર રહેલ. વિજેતા ટીમોને મોમેન્ટ આપી બહુમાનકરાયેલ.
યોજાયેલ ગરબા મહોત્સવમાં ગરબામાં સુંદર પરફોમ્સ દાખવનાર ત્રણને મોમેન્ટો આપી બહુમાન કરાયેલ.
જેમાં ર્ડા.પ્રીતીબેન પરમાર, દિવ્યાબેન સોની, ધરતી રોહીતભાઈ સોનીનો સમાવેશ થયેલ.
વિશાળ સંખ્યામાં દીઓદરના નગરજનો આ શારદોત્સવ માણવા ઉમટી પડેલ.
લાયન્સ મિત્રોના સુંદર આયોજન થકી યાદગાર કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમનું આગવું સંચાલન રોહીતભાઈ સોનીએ કરેલ.