Diyodar News : દિયોદર ના મિનિ અંબાજી તરીકે પ્રખ્યાત એવા સણાદર ખાતે આવેલ માં અંબા ના ધામ ખાતે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદગીરી બાપુએ સ્થાપેલી પરંપરા મુજબ પૂજ્યશ્રી ના શિષ્ય અને સણાદર આશ્રમના મહંત શ્રી અંકુશગીરી બાપુ ની પ્રેરણા થી સણાદર આશ્રમમાં પ્રથમ વખત ચાર ફૂટ ના ઉંચુ બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું.
આ બરફ ના શિવલિંગ ની ભગવાન ભોલેનાથ ના ભક્તો દ્વારા આરતી પૂજન કરાયું અને સણાદર આશ્રમના મહંત શ્રી અંકુશગીરી બાપુ તેમજ સણાદર ગામ ના ગ્રામજનો દ્વારા રુદ્ર મહાપ્રયાગ નું આયોજન કરાયું. આ પ્રસંગે વહેલી સવાર થી ભક્તો ની માં અંબા ના ધામ માં ભારે ભીડ જામી હતી અને રાત્રે 12 કલાક સુધી ભકતો એ બર્ફીલા શિવલિંગ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ભોલેનાથ ના ભક્તો દ્વારા રાત્રે અભિષેક તેમજ આરતી પૂજન કરાયું. બાદમાં ભક્તોને મહાશિવરાત્રી ની પ્રસાદી આપવામાં આવી.