બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ના પ્રચાર અથૅ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સભા ગજવી હતી. પ્રિયંકા ગાંધી આવતાં યુવાનો તથા કાંગ્રેસ વિધાનસભા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું દેશમાં મોંઘવારી એ માઝા મુકી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરતા જણાવ્યું કે આ પંથકના લોકો ની સમસ્યાનો ઉકેલ લાવવાની તેમનામાં શક્તિ છે.તેઓનો વિજય ભવ્ય કરશો.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને શહેજાદા કહેવા બદલ પીએમ મોદીને જવાબ આપ્યો હતો.પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને જવાબ આપતા કહ્યું, “મારા ભાઇને શહેજાદા કહે છે હું તેમને કહેવા માંગુ છું આ શહેજાદા ચાર હજાર કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમારી સમસ્યા સાંભળવા માટે ચાલ્યા છે,અને મારી બહેનો-ભાઇને મળ્યા છે. ખેડૂતો-મજૂરોને મળ્યા છે.
બધાને પ્રેમથી મળીને પૂછ્યુ કે તમારા દિલમાં શું મુશ્કેલી છે, તમારા જીવનમાં શું સમસ્યા છે અને તેને આપણે કેવી રીતે હલ કરી શકીએ છીએ. એક તરફ તમારા શહેનશાહ મોદીજી મહેલોમાં રહે છે. તમે ક્યારેય ટીવીમાં તેમનો ચહેરો જોયો છે, તેમના ચહેરા પર તમને કોઇ દાગ જોવા નહીં મળે. તે તમારી સમસ્યા કેવી રીતે સમજી શકશે.
મોંઘવારીમાં તમે દબાઇ ગયા છો.”તેમણે જણાવ્યું કે મોદીજી ને પૂછો કે તમને શાકભાજીનો ભાવ ખબર છે, પેટ્રોલ-ડીઝલનો ભાવ શું છે? અત્યારે ખેડૂતો ના ખેતીના દરેક સમાન પર GST છે.
પ્રિયંકા ગાંધીએ રોજગારીને લઇને પણ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું,ગુજરાતમાં 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. મોદીજીની સરકારમાં 30 લાખ રોજગારના પદ ખાલી છે. સરકારનું ધ્યાન રોજગાર વધારવામાં નથી. આ પ્રસંગે લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો,કાયૅકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.