Unhygienic Water : પાલનપુરમાં પાણીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે. જેમાં સગૂન બેવરેજિસના મિનરલ પાણીમાં ફૂગ હોવાનો રિપોર્ટ આવ્યો છે. ત્યારે મિનરલ પાણીના રિપોર્ટમાં ફૂગ, જીવાણુ હોવાનું ખૂલ્યું છે. ફૂડ વિભાગે બે મહિના પહેલા પાણીના સેમ્પલ લીધા હતા. ત્યારે પાલનપુરમાં શગુન બેવરેજીસમાં મિનરલમાં પાણીમાં ફૂગ અને જીવાણું જોવા મળતાં ખાદ્ય વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલનપુરમાં બે મહિના પહેલા ખાદ્ય વિભાગે 5664 મિનરલ પાણીની બોટલ જપ્ત કરી હતી. પાણીના સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યું હતું. એક એક લીટરની બોટલમાં મિનરલ વોટર સપ્લાય કરાતું હતું.
પાલનપુર આબુ હાઇવે પર ગેરકાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ આવેલો છે. પાલનપુરમાં મિનરલ પાણીનો રૂપિયા 1.13 લાખના મુદ્દામાલનો જથ્થો સીઝ કરી દેવાયો છે. રૂપિયા 1.13 લાખના મુદ્દા માલનો જથ્થો સીજ કરી અને તેના સેમ્પલ લેબમાં મોકલાયા છે. પ્લાન્ટ સંચાલક દ્વારા એક એક લીટરની બોટલમાં મિનરલ ડ્રિંકિંગ સપ્લાય કરાતો હતો. પાલનપુરમાં દર વર્ષે નવા નવા મિનરલ પેકેજીંગ પ્લાન્ટ ખુલી રહ્યા છે. તેવામાં આઈએસઆઈ માર્કા અને બીઆઈએસ સર્ટિફિકેટ લીધા વિના જ પ્લાન્ટ ચાલુ કરી દેવાય છે. જેમાં 6-7 મહિનાથી ધમધમતી આબુ હાઇવે પર આવેલી સગૂન બેવરેજિસ મિનરલ પ્લાન્ટ પર પાલનપુર ફૂડ વિભાગની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.