Banaskantha News: હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અંબાજી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતાં અંબાજી (ambaji) ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. Har Ghar tiranga abhiyan
આ અભિયાન હેથળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. ડ્રાઈવર, કંડકટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લેવા ડેપો મેનેજર રઘુવીર સિંહ દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એસ.ટી (Gujarat ST) માં ગંદકી ન કરવી અને એસ.ટી. બસમાં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે એવી અપીલ સાથે મુસાફર જનતાને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફર જનતાએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના પ્રદર્શિત કરી હતી.
ડ્રાઈવર, કંડકટર, ડેપોના કર્મચારીઓ સહિત મુસાફર જનતા ઉત્સાહભેર અભિયાનમાં જોડાયાં
બનાસકાંઠા જિલ્લા Banaskantha ના વિભાગીય નિયામક અધિકારી, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય હિસાબી અધિકારી વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.