બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ
ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી:
બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ
ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી
બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોના ફાર્મની મુલાકાત લઈ તેમના દ્વારા કરવામાં આવતી આધુનિક ખેતીની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે કલેકટર શ્રી આનંદ પટેલે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોના ખેતરની મુલાકાત કરવાની તક સાંપડી છે.
તેમણે કહ્યું કે આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના કારણે કૃષિ ક્ષેત્રે પણ વ્યાવસાયિક કક્ષાનું વ્યાપારિક મોડેલ ધીમે ધીમે આકાર પામી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે ખેત આધારિત વ્યવસાયોમાં પણ રોજગારીની તકોનું નિર્માણ કરનારા યુવા ખેડુતોના લીધે આ વ્યવસાયમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.
કલેકટરશ્રી આનંદ પટેલે થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અણદાભાઈ પટેલના ખેતરમાં ભોજન લઇ ખેડુતો સાથે બાગાયતી પાકોની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત લાખણી તાલુકાના લીંબાળા ગામના ખેડુત શ્રી થાનાભાઈ પટેલની નર્સરીની મુલાકાત, ડીસા તાલુકાના ભોયણના ખેડુતશ્રી શ્રીકાંતભાઈ પંચાલની જીરેનિયમ ખેતી તેમજ ડિસ્ટિલેશન યુનિટની મુલાકાત લીધી હતી.
ભોયણ ગામે રાજ્યમાં પ્રથમ વખત સુગંધિત ખેતી અંગેની જાણકારી મેળવી જાત નિરીક્ષણ કર્યું હતું.
કલેકટરશ્રીની મુલાકાત પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પી. કે. પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી જે.બી.સુથાર, નાયબ ખેતી નિયામક શ્રી બી. એન. પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી એચ. જે. જિંદાલ, થરાદ પ્રાંત અધિકારીશ્રી વી.સી.બોડાણા, થરાદ મદદનીશ ખેતી નિયામક શ્રી એમ.જી. ઉપલાણા, બાગાયત અધિકારી શ્રી એમ. પી. મકવાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
BANASKANTHA COLLECTOR AANAND PATEL THARAD ANADABHAI PATEL, GUJARAT KHEDUT