દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૩૭.૫પ કરોડના રોડના કામો મંજુર:
દીઓદર વિધાનસભા મત વિસ્તારના દીઓદર અને લાખણી તાલુકાઓમાં
ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ તા.૧૩/૧ર/ર૦ર૦ના રોજ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ સમક્ષ
સાત વર્ષ કે તેથી વધુ સમયથી રીકાર્પેટ થયેલ ના હોય તેવા રસ્તાઓને રીકાર્પેટ કરવા માંગણી કરેલ
જે અનુસંધાને રાજ્યના ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા
દીઓદર વિધાનસભા મત વિસ્તારના સાતવર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલ હોય તેવા
રાજ્ય હસ્તકના રૂા.૨૪.૨૬ કરોડના રસ્તાઓ
પંચાયત હસ્તકના ૧૩.ર૯ કરોડ સહિત
કુલ મળી ૩૭.પપ કરોડના રોડના કામો મંજુર કરી જાેબ નંબર આપતાં
આ પંથકની પ્રજા માટે આનંદની લાગણી છવાયેલ.
રાજ્ય હસ્તકના રસ્તા પૈકી જસાલી, નવાપુરા, જાલોઢા-વાસણાનો રોડ, જેતડા-દીઓદર-થરા-ટોટાણા સુધીનો રોડ, પાલડી (મીઠી), ચીભડા-સણાવ,સણાવીયા, જાંદલા નો રોડ થઈ
કુલ પ૬.૪ર કી.મી.લંબાઈ ના રૂા.ર૪ર૬ લાખ રૂપિયાના રોડ મંજુર થવા પામેલ છે.
તેમજ પંચાયત હસ્તકના ૪૧ જેટલા રોડ ૮૮.૬૩ કી.મી.ની રેન્જ ના
અંદાજીત રૂા.૧૩ર૯-૪પ લાખના ખર્ચે મંજુર થવા પામેલ છે.
જેમાં તાલુકા મથક દીઓદરમાં એસ.એચ.થી જૈન દેરાસર સુધીનો
(પોલીસસ્ટેશન થઈ રોડ દીઓદર ટેલીફોન એક્ષચેન્જ થી શીશુમંદિર થઈ જૈન દેરાસર સુધીનો રોડ મંજુર કરવામાં આવેલ છે.
આમ દીઓદરની ચારે તરફનો રોડ રીકાર્પેટ થશે.
આમ દીઓદર વિધાનસભા મતવિસ્તારના ૪૧ જેટલા સાત વર્ષથી વધુ સમયના રોડ રીકાર્પેટ થશે.
હજુ બાકીના રોડ માટે મા.મંત્રીશ્રીને અમોએ લેખીતમાં માગણી કરેલ છે તેમ ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ જણાવેલ છે.
તેમણે જણાવેલ કે મા.મંત્રીશ્રીએ આ વિસ્તારની પ્રજા પર રહેમ નજર રાખતાં
આ પંથકની પ્રજામાં આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.