દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…?
દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…?
તાલુકા પ્રતિનિધિ દીઓદર, બનાસકાંઠા
સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અન્નનો જથ્થો મળી રહે અને ગરીબ મધ્યમ વર્ગ આર્થિક મુશ્કેલીઓ ન વેઠે તે માટે દર માસે વિવિધ યોજના તળે અન્નના જથ્થાની ફાળવણી કરવામાં આવતી હોય છે.
ત્યારે દીઓદર પંથકમાં જાણે કે આ જથ્થો અધિકારીઓને મહિને પેટીની આવક રળવા માટે અને અન્નના સોદાગરોને ત્રણ ત્રણ તાલુકાનો જથ્થો ભેગો કરી ફલોર મીલોમાં રીફાઈન કરવા માટે પુરો પડાતો હોવાનું મહેસુસ થઈ રહ્યું છે.
દીઓદરમાં કહેવાય છે કે આજે સવારે દીઓદરની પોલીસને એક વ્યાજબી ભાવની દુકાનેથી જીપડાલામાં અન્નનો જથ્થો ભરાઈ રહ્યો છે.
તે દીઓદર જીઆઈડીસી તરફ પગ કરી રહ્યો છે.
ત્યારે પોલીસે તક ઝડપી કજબે કરતાં આ અન્નનો જથ્થો કહેવાય છે કે પોલીસસ્ટેશનમાં વેરાણો અને એક કલાકની ભારે જહેમત થકી હવામાં ઓગળી ગયો….
પૈસા ફેંકો અને તમાશા દેખોને જાણે કે ખેલ ભજવાઈ ગયો ..?
પ્રજાનું શું ..?
પ્રજાના મુખમાં જતો અન્નનો જથ્થો અધિકારીઓની મહેરબાની થી ફલોરમીલોમાં ઠલવાઈ રહ્યો છે.
પ્રજા પીસાઈ રહી છે.
દીઓદરના પ્રાંત અધિકારી પોતાની કચેરીની કાચની બારીમાંથી બહાર નજર કરશે તો અન્નનો જથ્થો સગેવગે કરી રહેલા સાધનોની લાઈનો દેખાશે…