Zydus Cadila ઝાયડસે આ થેરાપીને ZRC-3308 નામ આપ્યું છે.
જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કામ આવે છે.
આ એક મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ છે.
જેમાં બે એન્ટી-સાર્સ-કોવ-2 મોનેક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જે કોરોનાની અસરનો નાશ કરે છે.
ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની છે.
જેના ક્લિનિકલ ટ્રાયલની હવે ઝાયડસે અનુમતિ માંગી છે.
આ થેરાપીથી વધુ લાંબા સમય માટે સુરક્ષા આપશે સાથે જ ગંભીર બીમારીઓ થવાના
રિસ્કને ઓછું કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ઝાયડસ કેડિલાએ
એન્ટીબોડી કોકટેઈલથી Antibody Cocktail Treatment
કોરોનાની સારવારની
ક્લિનિકલ ટ્રાયલ માટે
DCGI પાસે અનુમતિ માંગી છે.
મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાથે જ
તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી
રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે.
તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી.
તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268