Patan News: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડના સમારકામ અને ટ્રેકના નવીનીકરણના કામને કારણે સાબરમતી-પાટણ ડેમુ સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી.
તેમજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ જાહેર કરવામાં આવી.
આ ટ્રેનો તારીખ 16 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સંપૂર્ણ કે આંશિક રદ રહેશે.
કયા સુધી કરાઇ આ ટ્રેનો રદ ?
સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેન ટ્રેન નંબર 09369
તેમજ પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન ટ્રેન નંબર 09370
આજથી તારીખ 08 જાન્યુઆરી 2024થી સુધી સંપૂર્ણ રદ રહેશે.
જ્યારે
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન નંબર 14822
17 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી સાબરમતીને બદલે આબુ રોડથી પ્રારંભ થશે
તથા આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 14821
16 ડિસેમ્બર 2023થી 08 જાન્યુઆરી 2024 સુધી આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
આમ આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ગુજરાત બની રહ્યું છે ‘ઉડતા ગુજરાત’, એક વર્ષમાં ઝડપાયુ 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ
Onion export ban : કેન્દ્ર સરકારે કરી ડુંગળીની નિકાસબંધી, શું થશે ખેડૂતોનું, ખેડૂતોની ચીમકી