અમદાવાદમાં દિવાળીમાં ફટાકડાં ફોડવાનો ટાઈમ જાહેર કરાયો છે. શનિવારે અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને ફટાકડાં ફોડવાનો ટાઈમ આપ્યો છે. પોલીસના જાહેરનામા અનુસાર, શહેરમાં ફક્ત બે કલાક જ ફટાકડાં ફોડી શકાશે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે તે સિવાય નહીં ફોડી શકાય. જાહેરનામાનો ભંગ કરનારની સામે કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી છે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી હોસ્પિટલમાં 24 કલાક તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. અલગ અલગ શિફ્ટમાં કામગીરી કરવા સરકારી હોસ્પિટલના તબીબોને આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, દિવાળીના તહેવારમાં આતિશબાજી સમયે દુર્ઘટના થવાની શક્યતા રહે છે. આ સમયે દાઝ્યાના કેસ સાથે આંખમાં ઇજાઓના કેસ વધવાની આશંકાના પગલે તબીબોને હાજર રહેવા સુચના અપાઇ છે.