પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન:
અમદાવાદ:(AHMEDABAD)
ગુજરાતના (GUJARAT) પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) પંચમહાભૂતમાં વિલિન થયા.
માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ હતું.
સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ (CONGRESS) નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે આવ્યા હતા.
ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી (RAHUL GANDHI) અને સોનિયા ગાંધી (SONIYA GANDHI) વતી બાલાસાહેબ થોરાટ અને ટીએસ સિંઘ દેવે માધવસિંહને પુષ્પાંજલી આપી હતી.
સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન (RAJIV GANDHI BHAVAN AHMEDABAD) ખાતે લાવવામાં આવ્યો હતો.
જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી.
ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.