છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લેતા ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. 6 ડીગ્રી જેટલી ગરમી વધી છે. અગાઉ વરસાદી માહોલના કારણે ઠંડકભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ખાસ કરીને મહત્તમ તાપમાન ત્રણ દિવસનું જોવા જઈએ તો સામાન્ય કરતા 1.1 ડીગ્રી મંગળવારે વધ્યું હતું ત્યાર બાદ બુધવારથી આ તાપમાનમાં થોડો વધુ વધારો જોવા મળ્યો હતો. જેમાં 2 ડીગ્રી તાપમાન વધ્યું હતું અને મહત્તમ તાપમાન 34 ડીગ્રીથી વધુ જોવા મળ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડીગ્રી આસપાસ જોવા મળ્યું છે. ત્યારે આજે પણ ગરમી થોડી જોવા મળી રહી છે.
ત્યારે ફરીથી એકવાર ગરમીથી રાહત જોવા મળી શકે છે કેમ કે, આવતી કાલથી વરસાદ અમદાવાદમાં પડે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદમાં પાકિસ્તાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે શનિવાર અને રવિવારના રોજ વરસાદ વરસી શકે છે. આગામી 22થી 25 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી અમદાવાદમાં સિઝનનો 19 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ આગામી સમયમાં પડી શકે છે.
Trending
- ભારતની આ નદીના પાણીને અડતા પણ લોકો ડરે છે, જાણો તેની પાછળનું કારણ
- ગોવર્ધન પૂજા પહેલા આ દિવસે ગાયની પૂજા કરો, ભગવાન કૃષ્ણ ઘરને ધન અને સૌભાગ્યથી ભરી દેશે.
- Jioએ આપી દિવાળીની ભેટ, આ બે પ્લાન સાથે 3350 રૂપિયાના ફ્રી કૂપન ઉપલબ્ધ
- દિવાળી પર ભેળસેળવાળી મીઠાઈઓ તમારું સ્વાસ્થ્ય ન બગાડે, આ રીતે ઓળખો અસલી અને નકલી મીઠાઈ.
- ‘તે એકમાત્ર વારસદાર નથી..’ જગન રેડ્ડી અને બહેન વચ્ચે થયો મિલકતનો વિવાદ
- ગાંદરબલમાં આતંકવાદી હુમલો કોણે કરાવ્યો? આતંકવાદનું સત્ય સામે આવ્યું
- દેશનો સૌથી યુવાન અબજોપતિએ 19 વર્ષની ઉંમરે કંપની શરૂ કરી હતી, રિલાયન્સ-અમૂલ પણ ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢની મહિલાઓને આપી દિવાળીની ભેટ, મહતરી વંદન યોજના સાથે છે જોડાણ