અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે દરિયાપુર, જમાલપુર, ખાડીયા વોર્ડમાં આવેલ હેરીટેજ મિલ્કતો દરિયાપુર દરવાજા, સીદ્દી સૈયદ ની જાળી,જુમ્મા-મસ્જીદ,રાણી ના હજીરા પાસે તથા પાંચકુવા દરવાજાની આજુબાજુ માં થયેલ દબાણો તેમજ દાણાપીઠ અ.મ્યુ.કો.ઓફીસથી ઢાલગરવાડથી પાનકોરનાકાથી ગાંધી ફૂવારાથી માણેકચોક સુધીના રસ્તા ઉપરના દબાણો તા.૨૪ મે ૨૨ના રોજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા ૩-દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૦-મજૂરોની મદદથી ૦૬-નંગ કોમર્શીયલ શેડ, ૦૩-નંગ સાદી લારી, ૦૧-નંગ લોખંડનું વ્હીલવાળું કાઉન્ટર, તેમજ ૧૯૪-નંગ પરચૂરણ માલ સામાન દૂર કરીને દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે. આ પહેલા પણ પૂર્વ વિસ્તારની અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં પણ બીયુ વગરના તેમજ બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર રસ્તાઓ પણ દબાણમાં આવતાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડી ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આમ, આગામી દિવસોમાં પણ આવા પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો