‘દેવો કે દેવ મહાદેવ’થી જાણીતો બનેલા મોહિત રૈનાએ ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ તથા ‘કાફિર’ વેબસિરીઝમાં કામ કર્યું છે. હવે મોહિત રૈના અંગે સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. સારા શર્મા નામની યુવતીએ દાવો કર્યો છે કે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મોહિત રૈનાનું મોત થઈ શકે છે.
સારા શર્માએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘મારી માતાને એ લોકો ધમકી આપી રહ્યા છે, જે એક્ટર મોહિત રૈનાને મારવા માગે છે. મારો પરિવાર પોલીસ ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છે. તેઓ નથી ઈચ્છતા કે હું પોલીસ પાસે ફરિયાદ કરું અને મોહિત માટે લડું. મારા જીવનને પણ એ લોકોથી જોખમ છે.સારા શર્માએ સો.મીડિયામાં ‘સેવ મોહિત રૈના’ અભિયાન ચલાવ્યું છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોહિતે જ તેને કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. જ્યાં સુધી તે પરત નથી આવતો ત્યાં સુધી તે લડાઈ લડતો રહેશે. મોહિતે એમ પણ કહ્યું હતું કે તેના માટે લડવાનું બંધ ના કરે.મારું ઈન્સ્ટા આઈડી હેક કરી લેવામાં આવ્યું છે. જો હું મરી જાઉં છું તો તમે લોકો પ્લીઝ આ લડાઈ લડતા રહેજો. હું સરકારને વિનંતી કરું છું કે મોહિત રૈનાને બચાવી લો. તેના વિરુદ્ધ ફેક રેકોર્ડિંગ રજૂ કરવામાં આવે છે. મોહિતે મને આ તમામ વાતો શિવરાત્રિના દિવસે કહી હતી અને કહ્યું હતું કે જો હું કોન્ટેક્ટ ના કરી શકું તો આ તમામ માહિતી સાર્વજનિક કરજે.’
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે બેડરૂમ સિક્રેટ ઉજાગર કર્યું
જ્યારે આ દાવાની સચ્ચાઈ જાણવા માટે મોહિતના નિકટના સાથીઓનો સંપર્ક કર્યો તો તેમણે એમ કહ્યું હતું કે મોહિત હજી કોરોનામાંથી રિકવર કરી રહ્યો છે. આ દાવાને વધુ ચગાવવામાં આવે નહીં, કારણ કે હવે આ કેસ કાયદાના હાથમાં છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારના દાવાની ખોટી અસર પડી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268