યૂટ્યુબે કોરોના મહામારીની શરૂઆતથી જ હમણાં સુધીમાં પોતાના પ્લેટફોર્મ પરથી એક મિલિયનથી વધુ વીડિયોઝને હટાવી દીધા છે. આ બધા વીડિયો એ છે કે જેમાં કોરોનાને લઈને ખોટી જાણકારી આપવામાં આવી રહી હતી. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહનનું કહેવુ છે કે આ વીડિયોને તેમની કંપનીના નિયમો અનુસાર હટાવી દેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે ફેબ્રુઆરી 2020થી અમે પોતાના પ્લેટફોર્મ પરથી કોરોના વાઈરસ સાથે જોડાયેલી ખોટી જાણકારી અને ઈલાજની જાણકારીઓ શેયર કરવામાં આવી રહી હતી. યૂટ્યુબનું કહેવું છે કે ખોટી જાણકારી આપતા વીડિયોને હટાવવાની પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યુ છે. કંપનીએ પ્લેટફોર્મ પરથી ત્રણ મહિનામાં 1 મિલિયન વીડિયો હટાવ્યા છે. ખોટી જાણકારી આપતા વીડિયોને હટાવવા ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી યૂઝર્સને સાચી માહિતી મળે છે.
યૂટ્યુબના જણાવ્યા પ્રમાણે નવેમ્બર 2020માં હજારો વીડિયોને હટાવવામાં આવ્યા હતા. આ વીડિયોના માધ્યમથી અમેરીકાના ઈલેક્શનને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પણ પોતાના પ્લેટફોર્મ પરથી એ લોકોના એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે, જેઓ કોરોના વેક્સિનને ( લઈને ખોટી માહિતી શેયર કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીએ પોતાની કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ઈન્ફોર્સમેન્ટની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેણે કોરોના અને કોરોના વેક્સિનેશન વિશે વારંવાર ખોટી માહિતી ફેલાવવા બદલ 3000થી વધુ એકાઉન્ટ્સ, પેજ અને ગ્રૃપ્સને હટાવી દીધા છે.
ફેસબુકે આ પણ શેયર કર્યુ કે કોવિડ 19થી સંબંધિત ખોટી જાણકારી ફેલાવવા બદલ વિશ્વ સ્તર પર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 20 મિલિયન સામગ્રીને હટાવી દીધી છે. કોવિડ 19 હજી પણ દુનિયા માટે પડકાર છે. કોરોના વાઈરસના સંક્રમણની ગતી ધીમી કરવા માટે એક જ ઉપાય છે વેક્સિનેશન.
ત્યારે કેટલાક લોકો કોવિડ-19 વેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવવા માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો, વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે અને વેક્સિન લીધા બાદ નપુંસક બની જવાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268