અભિનેતા શાહરૂખ ખાને સોમવારે મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી અને આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ (WAVES) 2025 સમિટને સમર્થન આપ્યું.
ટ્વિટર પર એક પોસ્ટમાં શાહરૂખે લખ્યું કે વેવ્સ 2025 સમિટ સર્જનાત્મકતાને વેગ આપશે. હું આપણા દેશમાં યોજાનારી ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ સમિટ (WAVES)ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. શાહરૂખે લખ્યું કે આ એક એવી તક છે જે આપણા ઉદ્યોગને વેગ આપશે અને ભારતીય અર્થવ્યવસ્થામાં તેની ભૂમિકા વધશે.
સરકારનો હેતુ દેશને વૈશ્વિક કન્ટેન્ટ સર્જનનું હબ બનાવવાનો છે
રવિવારે વડાપ્રધાન મોદીએ ભારતને વૈશ્વિક કન્ટેન્ટ સર્જનનું હબ બનાવવા પર ભાર મુકીને વેવ્સ સમિટના પ્રારંભની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આવતા વર્ષે આપણા દેશમાં પહેલીવાર વેવ્ઝનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પહેલા અભિનેતા અક્ષય કુમારે પણ વેવ્સ કોન્ફરન્સ શરૂ કરવા બદલ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.