The Kapil Sharma Show :
જાણો કઈ તારીખથી કપિલની ટીમ આવી રહી છે
તમને હસાવવા અને શોમાં શું શું બદલાશે.
સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના ફેંસ માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે.
કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લાગેલી પાબંદીના હિસાબે આ શો કેટલાક મહિનાઓ સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.
ત્યારથી દર્શકો આ શોની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ તાજેતરમાં જ મળેલા અહેવાલ પ્રમાણે જલ્દી જ શરુ થવા જઈ રહ્યો છે આ શો.
જી હા ‘ધ કપિલ શર્મા શો’ના પુનરાગમનની તારીખ જાહેર કરવામાં આવી છે.
હવે ફરીથી કપિલ સાથે હસવા માટે તમારે ફક્ત બે મહિના રાહ જોવી પડશે.
તે પછી કપિલ જલ્દીથી તેની ટીમ સાથે તમારા ટેલિવિઝન સ્ક્રીન હસતો હસાવતો જોવા મળશે.
સિંગર શ્રેયા ઘોષાલ Shreya Ghoshal બેબી બોય ની બની માતા , સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
એક અહેવાલ મુજબ આ શો 21 જુલાઇથી શરૂ થવાનો છે.
સમાચાર મુજબ તેનું શુટિંગ જુલાઈના પહેલા અઠવાડિયાથી શરૂ થશે.
કપિલની સાથે બાકીના સ્ટાર્સ ભારતી સિંહ, કિકુ શારદા, સુમોના, ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક પણ પહેલાની જેમ આ શોનો ભાગ બનશે.
જોકે આ વખતે પણ સેટ પર લાઈવ પ્રેક્ષકો હશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ફેબ્રુઆરીમાં કપિલે પિતા બન્યા બાદ રજા લીધી હતી અને
તે દરમિયાન કોવિડને કારણે આ શો પર વધારે મહેમાન આવી શક્યા ન હતા.
આને લીધે, નિર્માતાઓએ શોને થોડા સમય માટે પ્રસારિત ન કરવાનો નિર્ણય કર્યો હતો.
અગાઉ એવા અહેવાલો હતા કે આ શો મે મહિનામાં ફરી શરુ થઇ શકે છે.
એક અહેવાલમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે
‘ધ કપિલ શર્મા શો’ મે મહિનામાં કમબેક કરી રહ્યો છે,
જોકે હજી તારીખ નક્કી થઈ નથી.
કૃષ્ણાએ એમ પણ કહ્યું હતું કે શોમાં આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવશે.
પ્રેક્ષકો આ વખતે કેટલીક નવી વસ્તુઓ પણ જોશે.
શોનો સેટ પણ નવી રીતે બનાવેલો હશે.
તે જ સમયે, નવા લોકોને પણ આ શોમાં ભાગ લેવાની તક મળશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268