IPL 2021 ની બાકી રહેલી 31 મેચોને લઇને BCCI એ સ્પષ્ટતા કરી દીધી છે.
બાકીની તમામ મેચો હવે UAE માં રમાશે.
BCCI SGM દરમ્યાન આ નિર્ણય લીધો છે.
જેની પર બોર્ડના તમામ સભ્યોએ સહમતી દર્શાવી હતી, IPL ની ટુર્નામેન્ટને પૂર્ણ રુપે યોજવામાં આવે.
બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આયોજીત કરવામાં આવશે.
BCCI દ્રારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ભારતમાં વરસાદની સિઝન હોય છે.
જેને લઇને ટૂર્નામેન્ટને યુએઇમાં ખસેડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આઇપીએલ ને સ્થગીત કરવા બાદ થી જ યુઇએમાં ખસેડવામાં આવનાર હોવાની ચર્ચા ચાલી રહી હતી.
IPL 2021 માં બોલ્ડ કર્યા બાદ બોલરને વિરાટ કોહલી એ શું કહ્યું હતું,કર્યો ખુલાસો પંજાબના બોલર હરપ્રિતે
T20 વિશ્વકપ ભારતમાં આયોજીત થનાર છે.
જેને લઇને BCCI દ્રારા ICC પાસે સમયની માંગ કરશે.
આગામી 1 જૂને આઇસીસીની બોર્ડ મીટીંગ મળનારી છે,
જેમાં T20 વિશ્વકપને લઇને ચર્ચા થનાર છે.
આમ મીટીંગ દરમ્યાન બીસીસીઆઇ સમયની માંગની રજૂઆત કરશે.
આ પ્રકારનો નિર્ણય BCCI ની એસજીએમ દરમ્યાન લેવામાં આવ્યો હતો.
જૂનના અંત સુધીનો સમય ICC પાસે માંગવામાં આવી શકે છે.
ત્યાર બાદ ટૂર્નામેન્ટને લઇને નિર્ણય કરવામાં આવશે.
બોર્ડને વિશ્વાસ છે, કે કોરોનાની સ્થિતી આગામી માસ દરમ્યાન હળવી થશે.
જોકે ટૂર્નામેન્ટને આડે હજુ ચાર માસ જેટલો સમય છે.
એક રિપોર્ટનુસાર બેઠક દરમ્યાન આઇપીએલ 2021 ને પૂર્ણ કરવાના નિર્ણય સાથે,
વિદેશી ખેલાડીઓને લઇને પણ ચર્ચા થઇ હતી.
આ માટે વિદેશી ખેલાડીઓ સાથે વાતચીત કરાશે.
જો વિદેશી ખેલાડી સામેલ નહી થાય તો પણ તેના થી ટુર્નામેન્ટને ફર્ક નહી પડે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268