Shah Rukh Khan : આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમી લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. ત્યારે ગુરુવારે સવારે હાલ શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવ્યા છે. શાહરુખ ખાનની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે.
હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી
કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મેના રોજ સવારે તેની તબિયત બગડતાં તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. Shah Rukh Khan શાહરુખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં કેડી હોસ્પિટલ ખાતે પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.
શાહરૂખ ખાન માટે મંગળવારનો દિવસ અદ્ભુત હતો, કારણ કે તેની IPL ટીમ KKR ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી અને આ દરમિયાન કિંગ ખાન પોતે સ્ટેડિયમમાં હાજર હતો અને તેણે આ જીતની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી હતી. Shah Rukh Khan પરંતુ શાહરૂખ ડિહાઇડ્રેશનથી પીડિત હતો અને સમસ્યાના કારણે શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેડી હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર શાહરૂખ ડિહાઈડ્રેશનનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં હવે અભિનેતાની ખાસ મિત્ર જૂહીએ કિંગ ખાનની તબિયત અંગે ખુલીને વાત કરી છે અને જણાવ્યું છે કે તે સ્વસ્થ થયા બાદ ક્યારે પરત ફરશે.
Shah Rukh Khan શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય પર બોલી જૂહી ચાવલા
જૂહી ચાવલાએ શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય પર વાત કરતાં કહ્યું કે, ‘મંગળવારે રાત્રે શાહરૂખની તબિયત સારી ન હતી, પરંતુ તેની કાળજી લેવામાં આવી રહી છે અને આજે (બુધવાર) સાંજે તે વધુ સારું અનુભવી રહ્યો છે. Shah Rukh Khan તે જલ્દી ઠીક થઈ જશે અને જ્યારે અમે ફાઈનલ રમીશું ત્યારે સપ્તાહના અંતે સ્ટેન્ડમાં ટીમને ઉત્સાહિત કરશે. ઘણી જગ્યાએ એવા અહેવાલો આવી રહ્યા છે કે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી
Shah Rukh Khan : બોલિવૂડના કિંગ ખાનની તબિયત લથડી, કરાયો અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ