ભારતમાં 5G Technology માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આ ટેકનોલોજીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તમે 5G ટેક્નોલજી વિશે ઘણી વાતો પણ સાંભળી હશે. ઉદાહરણ તરીકે ભારતમાં 5G પરીક્ષણને કારણે લોકો મરી રહ્યા છે અથવા 5G ટાવર લગાવવાથી રેડિએશન ઝડપથી ફેલાશે અને તેનાથી માણસો અને પ્રાણીઓ સહિતના જીવો પર ખરાબ અસર થશે. પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલા એ આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.જાણીતી અભિનેત્રી જુહી ચાવલા લાંબા સમયથી મોબાઇલ ટાવર્સમાંથી નીકળતાં નુકસાનકારક રેડિએશન સામે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે.આ અંગે હવે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
જુહી ચાવલાએ હવે ભારતમાં 5G Technology ના અમલ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની પ્રથમ સુનાવણી આજે 31 મે ના રોજ થઈ છે. હવે આ કેસની આગામી સુનાવણી 2 જૂને થશે.આ અરજીમાં જુહી ચાવલા એ ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયને 5G Technology ના અમલીકરણથી સામાન્ય લોકો, તમામ પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર પડતા પ્રભાવનું બારીકાઇથી અભ્યાસ કરવા જણાવ્યું હતું અને આના રીપોર્ટના આધારે ભારતમાં અમલ કરવા અને ન કરવા અંગે નિર્ણય લેવાની માંગ કરી છે.
આ અંગે જુહી ચાવલા એ એક નિવેદનમાં જણાવ્યું કે,
“અમે અદ્યતન ટેકનોલોજીના અમલીકરણની વિરુદ્ધમાં નથી. તેનાથી વિપરીત, અમે વાયરલેસ કમ્યુનિકેશન સહિત ટેકનોલોજીની દુનિયાના નવીનતમ ઉત્પાદનોનો આનંદ માણીએ છીએ. વાયરફ્રી ગેજેટ્સ અને નેટવર્ક ટાવર્સ પર અમારું સંશોધન અને અધ્યયન નિશ્ચિતરૂપે દર્શાવે છે કે આ પ્રકારના રેડિએશન લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે અત્યંત નુકસાનકારક છે.”5G Technology અંગે રેડિએશન વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે તેનાથી પક્ષીઓના મોત થશે, ભારત અને અન્ય દેશોમાં કોરોના સંબંધિત વર્તમાન પરિસ્થિતિ માટે પણ 5G ને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે 5G ને સપોર્ટેડ સેલફોન કેન્સર જેવા રોગો ફેલાવે છે. કેટલાક સંશોધનપત્રોએ એમ પણ કહ્યું હતું કે 5G ટાવર્સમાંથી નીકળતી હાઈ ફ્રિકવન્સી રેડિએશન કેન્સર, વંધ્યત્વ, ડીએનએ અને નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268