આ લિસ્ટમાં ફિલ્મ ‘રાઝી’નું નામ સૌથી પહેલા આવે છે. સ્ટાર કિડ હોવાને કારણે લોકો આલિયા ભટ્ટની ટીકા કરી શકે છે અને તેને બિનજરૂરી તકો મળે છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે તે અભિનેત્રી તરીકે કેટલી પ્રતિભાશાળી છે. તેણે ‘રાઝી’ દ્વારા પણ આ સાબિત કર્યું છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત ‘રાઝી’ એ કાશ્મીરી મુસ્લિમ છોકરી સેહમતની અનટોલ્ડ સ્ટોરી છે જેણે 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતીય મહિલા જાસૂસ તરીકે પાકિસ્તાની પરિવારમાં લગ્ન કર્યા હતા. ‘દેશ આગળ કંઈ નથી, હું પણ નહીં’ જેવા ડાયલોગ્સે સૌના દિલ જીતી લીધા હતા.
‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’નું નામ પણ દેશભક્તિ સાથે સંબંધિત મહિલા-કેન્દ્રિત ફિલ્મોના અદ્ભુત સંગ્રહમાં આવે છે. આ ફિલ્મ યુદ્ધમાં પ્રથમ ભારતીય મહિલા પાઈલટના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે એરફોર્સ પાયલોટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને વિવેચકો અને ચાહકો તરફથી પ્રેમ અને પ્રશંસા મળી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક મહિલાએ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં તેના પોતાના સાથીઓએ તેને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નીરજા એ સમકાલીન સિનેમાની મહત્વની મહિલા-કેન્દ્રિત દેશભક્તિની ફિલ્મોમાંની એક છે. રામ માધવાણી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ ભારતીય એર હોસ્ટેસ અને મોડલ, નીરજા ભનોટની બાયોપિક છે, જેણે 1986માં આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરાયેલી પેન એમ ફ્લાઇટ 73માં સવાર 359 મુસાફરોને બચાવતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ ફિલ્મમાં સોનમ કપૂરે નીરજાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ હજુ પણ તેના અભિનય, દેશભક્તિ અને બહાદુરીનો સંદેશ આપે છે.
કંગના રનૌત અભિનીત ‘મણિકર્ણિકા’એ 2019માં મહિલા-કેન્દ્રિત દેશભક્તિની ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની ગાથા છે, જે પોતાની ઝાંસીને અંગ્રેજોથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ ફિલ્મ દર્શાવે છે કે આવી ઘણી ફિલ્મો હજુ બનવાની છે, જે સ્વતંત્ર ભારતમાં તેમના યોગદાનમાં મહિલાઓની બહાદુરી દર્શાવે છે.
ફિલ્મ ‘તેજસ’ની વાર્તા એરફોર્સના પાયલટ તેજસ ગિલની અસાધારણ સફરની આસપાસ ફરે છે. સર્વેશ મેવારા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કંગના રનૌતે એરફોર્સ પાઈલટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક ભારતીય એજન્ટ પાકિસ્તાનમાં પકડાયો છે. તેજસ અને તેની સાથી પાયલટ આફિયા (અંશુલ ચૌહાણ)ને ભારતીય ગુપ્તચર એજન્ટના બચાવ કામગીરી માટે મોકલવામાં આવે છે, જે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડે છે.