હવે વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ આવ્યા છે. ગોવિંદાનો કોરોનાન સામાન્ય લક્ષણો છે. આ પહેલા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગોવિંદા એ જણાવ્યું કે તેમનો કોવીડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું હતું કે હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે. ‘કૂલી નંબર ૧’અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે તેઓ ડોક્ટોરની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતી પગલાં લઈ રહ્યા છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે, “હું કોરોનાવાયરસને દૂર રાખવા માટે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યો છું. જો કે, હળવા લક્ષણોના પગલે મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યું હતું જે પોઝિટિવ આવ્યો છું. ઘરે અન્ય તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુનિતા (પત્ની) થોડા અઠવાડિયા પહેલા જ કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થઈ છે.”
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો