સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ મુંબઇના તેના ફ્લેટમાં નિધન થયું હતું. અભિનેતાએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા સૌ ચોંકી ગયા હતા. અભિનેતાના મૃત્યુના 1 મહિના પછી, પરિવારે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો અને રિયા ચક્રવર્તી સામે ફરિયાદ કરી હતી. જે પછી સીબીઆઈ અને એનસીબી હવે આ કેસની તપાસ કરી રહી છે.NCB ની તપાસમાં રિયા જેલમાં જી ચુકી છે. આ સાથે તેમાં ઘણા વધુ મોટા નામ બહાર આવ્યા હતા. હવે ફરી એકવાર એનસીબી કાર્યવાહી કરવાના મૂડમાં છે અને સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછના આધારે હવે વધુ લોકોને પૂછપરછ કરવામાં આવશે.
રામાયણ પર બની રહેલી ફિલ્મમાં જાણો સીતા નો રોલ કોણ કરશે???
સુશાંત સિંહ રાજપૂતના નિધનને લગભગ વર્ષ પૂરું થવા આવ્યું છે. આવામાં એક્ટર પર આધારિત ફિલ્મ “ન્યાય: ધ જસ્ટિસ” પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે ફિલ્મ પર રોક લગાવવાની ના કહી દીધી છે.અહેવાલ અનુસાર અભિનેતા સુશાંતના પિતાએ આ બાબતે અરજી આપી હતી. અરજી અનુસાર સુશાંતના જીવન પર આધારિત વિભિન્ન પ્રસ્તાવિત પ્રોજેક્ટ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. યાચિકામાં સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહને ફિલ્મોમાં તેમના દીકરાના નામ અને તેનાથી મળતા પાત્રોના ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી છે.આ સાથે, અરજીમાં સુશાંતના જીવન પર આગામી અથવા સૂચિત પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ છે, જેમાં “સુસાઇડ ઓર મર્ડર: અ સ્ટાર વોઝ લોસ્ટ”, ‘શશાંક’ અને એક અનામી ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ અગાઉ ન્યાય ફિલ્મના નિર્માતાઓની વાર્તા દિલ્હી હાઈકોર્ટમાં સંપૂર્ણ બદલી દેવામાં આવી છે. ફિલ્મના નામની સાથે દિલ્હી હાઈકોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં, વાર્તામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નવું શીર્ષક હવે શશાંક બની ગયું છે.સુશાંતના પિતાને લાગે છે કે તેમના દીકરા અને તેમના પરિવારનું નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેની સાથે બનેલી ઘટનાનો લાભ લઈ તેમની ફિલ્મનું માર્કેટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268