શાહરૂખને આજે બોલીવુડનો બાદશાહ bollywood king કહેવામાં આવે છે. બોલિવૂડમાં 30 વર્ષ પૂરા થવા પર હવે શાહરૂખે તેમના પ્રશંસકો માટે એક ખાસ સંદેશ લખ્યો છે.25 જૂન 1992 ના રોજ shahrukh khan ફિલ્મ દીવાના થી bollywood માં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં શાહરૂખની સાથે ઋષિ કપૂર અને દિવ્યા ભારતી મુખ્ય ભૂમિકામાં હતા.ટીવીમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા બાદ શાહરૂખે આ ફિલ્મ સાથે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. રોમેન્ટિક ડ્રામાથી ભરપુર આ ફિલ્મ સુપરહિટ હતી. આ ફિલ્મ પછી શાહરૂખે જે કમાલનું કામ કર્યું તે આજ સુધી ચાલુ છે.
એકટ્રેસ પાયલ રોહતગી ની જાનથી મારી નાખવાની ઘમકી આપવા બદલ ,સેટેલાઈટ પોલીસે કરી ધરપકડ

શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018 માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતાં. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી શાહરૂખે બ્રેક લીધો હતો. હવે શાહરૂખ ફિલ્મ પઠાનમાં જોવા મળશે.શાહરૂખે લખ્યું કે, ‘ 30 વર્ષથી તમારો પ્રેમ મળી રહ્યો છે અને આજે પણ તમારો તે પ્રેમ અકબંધ છે. સમજાયું કે મેં મારા જીવનનો અડધાથી વધુ સમય તમારા બધાનું મનોરંજન કર્યું છે. તમને પણ થોડો પ્રેમ આપવા જઇ રહ્યો છું. આપ સૌનો આભાર. આની ખૂબ જ જરૂરત હતી.’

શાહરૂખ ટૂંક સમયમાં પઠાનનો પોતાનો પહેલો લુક શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા જોન અને શાહરૂખ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ સાથે જ, આ પહેલા પણ દીપિકા અને શાહરૂખ કામ કરી ચુક્યા છે. આ સિવાય આ ફિલ્મમાં સલમાન ખાનનો એક કેમિયો પણ છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. ચાહકો ઘણા સમયથી શાહરૂખને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. ફિલ્મમાં શાહરૂખની જોન સાથે ટક્કર થશે કારણ કે જોન તેમાં વિલનની ભૂમિકા ભજવશે.પઠાનનું શૂટિંગ અગાઉ શરૂ થઈ ગયું હતું, પરંતુ લોકડાઉન અને કોવિડનાં વધતા જતા કેસોને કારણે શૂટિંગ બંધ કરાયું હતું. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં શાહરૂખ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની ટીમ બાયો બબલમાં શૂટિંગ કરવા જઈ રહી છે અને ફિલ્મના સેટ પર માત્ર તે જ લોકોને આવવાની અનુમતી છે જેમણે રસી લીધી છે. મુંબઈમાં 10 દિવસના શેડ્યુલનું શૂટિંગ થશે. જોકે, ફિલ્મના ઇન્ટરનેશનલ શેડ્યુલ વિશે હજી સુધી કોઈ માહિતી નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268