પાકિસ્તાન સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે પેશાવર માં
બોલિવૂડના મહાન અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમાર ની પેશાવરમાં રહેલી
પૂર્વજોની હવેલીઓને ખરીદીને સંગ્રહાલયોમાં ફેરવવા માટે 2.30 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
બંને હવેલીઓના હાલના માલિકોને ખરીદી માટે અંતિમ નોટિસ ફટકાર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
ખૈબર પખ્તુનખ્વાનાં પુરાતત્વ નિયામક અબ્દુસ સમદે જણાવ્યું હતું કે સરકાર બંને ઘરોનો કબજો લેશે અને
માળખાને તેના જૂના સ્વરૂપમાં પુનર્સ્થાપિત કરવાનું કામ શરૂ કરશે.
તેમણે કહ્યું હતું કે સરકાર બંને ઇમારતોને સંરક્ષિત કરશે
જેથી લોકોને ફિલ્મ ઉદ્યોગમાં દિલીપ કુમાર અને રાજ કપૂર ના યોગદાન વિશે જાણી શકે.
ટીવીના મહાદેવ , મોહિત રૈના પર સારા શર્મા નામની યુવતી નો સનસનીખેજ દાવો
ખૈબર પખ્તુનખ્વાની સરકારે 6.25 મરલામાં બાંધેલા રાજ કપુર ના મકાન અને
ચાર મરલામાં બનેલા દિલીપકુમાર ના મકાન માટે અનુક્રમે 1.50 કરોડ રુપયા અને 80 લાખ રુપયાની કિંમત નક્કી કરી છે.
મરલા એ ભારત , પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં જમીન માપનો જૂનો સ્કેલ છે
અને એક મરલા 272.25 ચોરસ ફૂટ જેટલુ હોય છે.
કપૂરની હવેલીના હાલના માલિક અલી કાદિરે 20 કરોડ આપવાની માંગ કરી છે,
જ્યારે દિલીપકુમારના મકાનના હાલના માલિક ગુલ રહમાન મોહમ્મદે કહ્યું હતું કે
સરકારે મકાનને 3.50 કરોડના બજાર ભાવે ખરીદવું જોઈએ.
નોંધનીય છે કે રાજ કપૂર ના પૂર્વજ નિવાસ પેશાવર ના કિસ્સા ખ્વાની બજારમાં છે,
જેનું નિર્માણ તેમના દાદા દિવાન બશ્વેશ્વરનાથ કપૂરે 1918 થી 1922 ની વચ્ચે બાંધ્યો હતો.
દિલીપ કુમાર નું પૂર્વજોનું ઘર પણ આ વિસ્તારમાં છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268