અક્ષય કુમાર રવિવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો
એક્ટરની ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે
બોલિવૂડ પર કોરોનાનો કહેર તૂટ્યો
ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત થતા હાલ ક્વોરન્ટાઈનમાં છે.
આટલી મોટી સંખ્યામાં સેટ પર લોકો સંક્રમિત થતાં ફિલ્મ માટે પરેશાની ઊભી થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર સોમવારે એટલે કે 5 એપ્રિલે 100 લોકો રામ સેતુના સેટ પર કામ શરૂ કરવાના હતા.
આ બધાં મડ આઈલેન્ડમાં ફિલ્મના સેટને જોઈન કરવાના હતા.
પરંતુ એ પહેલાં જ 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા.
જે બાદ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સીને એમ્પ્લોઇઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દૂબેએ કહ્યું કે રામ સેતુની ટીમ તમામ સાવધાની રાખી રહી છે.
આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જુનિયર આર્ટિસ્ટ એસોસિયેશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ફિલ્મની શૂટિંગ 13-14 દિવસ માટે પોસ્ટપોન
અક્ષય સહિત 45 જૂનિયર આર્ટિસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે સોમવારે થનારી શૂટિંગ ટાળવામાં આવી છે.
એક અહેવાલ અનુસાર હવે ફિલ્મની શૂટિંગ 13-14 દિવસ બાદ શરૂ થશે.
અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવતા પહેલાં મડ આઈલેન્ડમાં રામ સેતુની શૂટિંગ કરી રહ્યો હતો.
તેનામાં ટેસ્ટ પહેલાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા અને તે બિલ્કુલ ફિટ હતો.
કોરોનાથી બચવા લાખો રૂપિયા ખર્ચ કરાયા
સૂત્રો મુજબ, સાવધાની તરીકે શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
જે કોરોના ટેસ્ટમાં પાસ થતું નથી તેમને રામ સેતુના ડિરેક્ટર આઈસોલેટેડ રાખે છે અને પૈસા પણ આપે છે.
ફિલ્મની યૂનિટમાં જો કોઈની તબિયત સારી નથી તો તરત જ તેને યૂનિટ દ્વારા કરાયેલી વ્યવસ્થામાં અલગ રાખવામાં આવે છે.
રામ સેતુના સેટ પર બહુ બધી પીપીઈ કિટ પણ છે.
રામ સેતુની શૂટિંગના પહેલાં જ દિવસે કોરોના ટેસ્ટ અને આઈસોલેશનમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.