સલમાન ખાનની ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અંગે દર્શકોની પ્રતિક્રિયા ઘણી જ ખરાબ છે. આ દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ ઝી 5એ દાવો કર્યો છે કે ‘રાધે’ને પહેલાં જ દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છે. એટલે કે પહેલાં જ દિવસે 42 લાખ લોકોએ આ ફિલ્મ જોઈ છે. આ એક રેકોર્ડ છે. જોકે, નેગેટિવ પબ્લિસિટીને કારણે ફિલ્મને નુકસાન સહન કરવું પડ્યું છે.ટ્રેડ એનાલિસ્ટ રાહુલ વી દુબેના મતે જ્યાં સુધી ભારતમાં નિરંકુશ પાયરેસી છે, ત્યાં સુધી પે પર વ્યૂ મોડલ સફળ થશે નહીં. અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘રાધે’ મફતમાં જોઈ શકાય છે. લોકો પૈસા ખર્ચ કરશે નહીં. આ વાત ખરાબ છે, પરંતુ સત્ય આ જ છે.
વિદેશમાં પણ ‘રાધે’ની કમાણી કોરોનાના માહોલને જોતા સારી છે. જોકે, ચાર મહિના પહેલાં જ તમિળ ફિલ્મ ‘માસ્ટર’ કે 2019માં સલમાનની રિલીઝ થયેલી ‘દબંગ 3’ કરતાં ‘રાધે’ ઘણી જ પાછળ છે.ટ્રેડ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેશનલ માર્કેટમાં હજી સુધી ‘રાધે’નું કલેક્શન 20 લાખ ડોલર એટલે કે 15 કરોડની આસપાસ રહ્યું છે. ‘દબંગ 3’નું ઓવરસીઝ કલેક્શન 80 લાખ યુએસ ડોલર એટલે કે 60 કરોડ રૂપિયા હતું.’રાધે’ પાયરેસીનો ભોગ બની છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં ફિલ્મ લીક થઈ ગઈ હતી. આને કારણે ઝી 5એ નુકસાન સહન કરવું પડ્યું છે.ઓસ્ટ્રેલિયામાં ‘રાધે’ 67 તો ન્યૂઝીલેન્ડમાં 28 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.
UAEમાં હાલમાં થિયેટર 50% ક્ષમતા સાથે ખુલ્યા છે. ત્યાં ‘રાધે’એ 10 લાખ અમેરિકન ડોલર (7.5 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો છે. અહીંયા તમિળ ફિલ્મ ‘માસ્ટર’એ પહેલાં વીક એન્ડમાં 13 લાખ અમેરિકન ડોલર (9.52 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. ‘માસ્ટર’ જાન્યુઆરીમાં પોંગલ પર રિલીઝ થઈ હતી.ભારતમાં ‘રાધે’ પહેલી એવી મોટી ફિલ્મ હતી, જે ‘પે પર વ્યૂ’ મોડલ પર રિલીઝ થઈ છે. ‘રાધે’ને કારણે ભારતમાં પે પર વ્યૂ મોડલના સારા દિવસો આવશે કે નહીં, તેના પર એક્સપર્ટનો અલગ અલગ અભિપ્રાય છે.ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને દિવ્ય ભાસ્કરે કહ્યું હતું કે દુનિયામાં એક સાથે બધા થિયેટર બંધ થશે, એવું કોઈએ વિચાર્યું નહોતું. ‘ગોડઝિલા વર્સિસ કોંગ’, ‘વંડર વુમન’ તથા ‘ટેનેટ’ જેવી ફિલ્મ PPV (પે પર વ્યૂ) મોડલથી રિલીઝ થઈ. વેસ્ટર્ન દેશોમાં આ મોડલ ચાલ્યું છે. ભારતમાં આ ફોર્મ્યુલા આગળ પણ ચાલશે, કારણ કે હવે ફિલ્મ એક જુનૂન નહીં, પરંતુ બિઝનેસ છે. કોઈ પોતાના બિઝનેસને વધુ સમય હોલ્ડ કરશે નહીં.
ગુજરાતમાં દિવથી પ્રવેશ કર્યા બાદ ઉનામાં તાઉ-તે વાવાઝોડુ ત્રાટક્યું હતું. વાવાઝોડામાં ઉનામાં પેટ્રોલપંપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ પરિસ્થિતિ સામાન્ય થતા ઉનાના નગરજનો પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શહેરમાં હાલ 10 પેટ્રોલ પંપ પૈકી માત્ર 1 પંપ ચાલુ છે. માટે લોકો 3થી 4 કલાક લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ પુરાવા માટે એકઠા થયા હતા. ટોળાનો વ્યાપ વધતા તેને વિખેરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે આ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ ખૂટી જશે એ ડરને કારણે શહેરીજનો વાહનો અને બોટલો લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા. જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.
ઉનામાં વાવાઝોડાની અસર વ્યાપક પ્રમાણમાં થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થતાં સોમવારે રાતના 8 વાગ્યાથી વીજળી ડૂલ થઇ ગઇ છે. સાંજના 6 વાગ્યા બાદ પવનની ગતિ વધી હતી અને તોફાની પવને વિનાશ વેરવાનું શરૂ કર્યું હતું. 120થી વધુની સ્પીડે પવન ફૂંકાયો હતો. ઉના, દીવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્કવિહોણા થયાં છે. પરિસ્થિતિ અતિ ગંભીર બની છે.
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હોય તેમ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે ઉનામાં સૌથી વધારે નુકસાની પહોંચી છે. મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું હતું. આથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવી મુશ્કેલ બની હતી. ઉનામાં જનજીવન ખોરવાયું હોવાનું જાણવા મળ્યું છે. ઉના પહોંચવા માટે એકપણ રસ્તો ખુલ્લો નહોતો. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં છે. ભારે વરસાદને કારણે કાચા રસ્તાઓ અને સિંગલ પટ્ટીના રોડ પણ ધોવાઈ ગયા છે, આથી મોટું નુકસાન પહોંચ્યું છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.