પુષ્પા ફિલ્મની સફળતાએ અનેક રેકોર્ડ તોડ્યા હતા, ફિલ્મની સ્ટોરી અને અલ્લુના નવા અવતારને લોકોએ પસંદ કર્યો છે. ત્યારે આ સુપરહિટ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. લોકો સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા પાર્ટ 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બધાને એ પ્રશ્ન છે કે, દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે પુષ્પાનો બીજો ભાગ ક્યારે આવશે અને તેની વાર્તા કેવી હશે. પુષ્પા 2ની સ્ક્રિપ્ટનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. હવે તે ફિલ્મના શૂટિંગ માટે લોકેશન ફાઈનલ કરવાનું કામ કરી રહ્યો છે. સુકુમાર ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
બોલિવૂડ ફિલ્મ સ્ટુડિયો પણ પુષ્પા 2 ના બોર્ડમાં સામેલ થવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે અલ્લુ અર્જુને આ 90 કરોડ રૂપિયા અને પ્રોફિટ શેરની માંગણી કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ નિર્માતા સુકુમારે બીજા ભાગ માટે પણ પોતાની ફી વધારી દીધી છે. એક તરફ જ્યાં તેણે પહેલા ભાગ માટે 18 કરોડ રૂપિયા લીધા હતા, તો બીજી તરફ તે ભાગ 2 માટે 40 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ હવે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જશે. 6 મહિનાથી વધુના આ શેડ્યૂલમાં અનેક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે 2023ના મધ્યમાં રિલીઝ થવાની આશા છે.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા