દુનિયાભરના ઘણી હસ્તીઓ પર્યાવરણને બચાવવા માટે વિવિધ અભિયાનો ચાલવામાં આવી રહ્યા છે.
જેમાં ભારતીય કલાકારો તેમજ હસ્તીઓનો સમાવેશ થાય છે.
ભારતના ઘણા પ્રચલિત હસ્તીઓ દ્વારા લોકોમાં પર્યાવરણ વિષે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અક્ષય કુમાર જે પોતાના દેશ પ્રત્યેના સારા કામો માટે જાણીતા છે. તે લાંબા સમયથી પર્યાવરણ વિશે જાગરૂકતા ફેલાવી રહ્યા છે. તેઓએ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા રાખવાનો આગ્રહ પણ કર્યો હતો.
લાંબા સમય થી આવી રીતે જાગૃતતા ફેલાવવાને લીધે ઘણી સંસ્થાઓ દ્વારા તેઓના વખાણ કરવામાં આવે છે.
આ વખતે ગોલ્ડન ગ્લોબ ઓનર્સ નામક સંસ્થા દ્વારા અક્ષય કુમાર અને હોલિવૂડના કલાકાર લિયોનાર્ડો દિ કેપ્રીઓ અને બીજા ઘણા લોકોને સમ્માનિત કરવામાં આવશે.
અક્ષય કુમારને ભારતના નબળા મુદ્દાઓમાંથી એક સ્વચ્છતાના મુદ્દા પર જગૃગતા ફેલાવવા બદલ તેમજ લોકોને સ્વચ્છતા રાખવા માટે આગ્રહ કરવા બદલ સમ્માનિત કરવામાં આવશે. જ્યારે લિયોનાર્ડો દિ કેપ્રીઓને દરિયાઈ અને વન સંરક્ષણ, જળવાયુ પરિવર્તન તેમજ જૈવ વિવિધતા જેવા વિષયો ઉપર યોગદાન આપવા બદલ સમ્માનિત કરવામાં આવશે.
તેમના સિવાય હોલિવુડ અભિનેત્રી એમ્મા વોટસન અને સારા માર્ગરેટને પણ સમ્માનિત કરવામાં આવશે.
અક્ષય કુમારને આના સિવાય બીજા ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અક્ષય સિવાય બીજી ઘણી બોલિવૂડની હસ્તીઓ પર્યાવરણ સંરક્ષણ જેવા ઘણા મુદ્દાઓ ઉપર જાગૃતતા ફેલાવી રહી છે.
આજે જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે જેના લીધે જમીનની સાથે સાથે દરિયાઈ જીવનને પણ મુશેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિએ પ્રદૂષણ વિશે જાગૃત થવાની જરૂર છે.