‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લોકોની પસંદીદા સિરિયલ છે.
આ શો લોકોનું ખૂબ જ મનોરંજન કરે છે. આ કોમેડી સીરિયલ શરૂ થયાને 13 વર્ષ થઈ ગયા છે.
વર્ષ 2008 થી પ્રસારિત થતો આ શો લોકોના દિલમાં જગ્યા બનાવતો ગયો.
શોનો દરેક સીન હાસ્યથી ભરેલો હોય છે.
ટપ્પુની શરારત, ચંપક ચાચાજીનું જ્ઞાન અને ચારેય તરફથી મુશ્કેલીથી ઘેરાયેલા જેઠાલાલ લોકોને ખૂબ એન્જોય કરાવે છે.
શો હંમેશા ચાહકોનું મનોરંજન કરે છે.
તેનું અનુમાન તમે તે રીતે કરી શકો છો કે તેણે ટીઆરપી ચાર્ટમાં ઘણા મોટા શોને હરાવી દીધા છે.
આ શો એટલો હિટ થઈ ગયો છે કે તેની દરેક વસ્તુ લોકોના મગજમાં સાચી માનીને ઘર કરી ગઈ છે.
The Kapil Sharma Show : જાણો કઈ તારીખથી કપિલની ટીમ આવી રહી છે તમને હસાવવા અને શોમાં શું શું બદલાશે.
ભિડે માસ્ટરનું નોટિસ બોર્ડ પર લખવાનું હોય, અથવા
જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન,
બધું પ્રખ્યાત છે અને તેથી જ આ દુકાન હવે પર્યટક માટેનું આકર્ષણ બની ગઈ છે.
આ શો સામાન્ય લોકોના રૂટિન પર આધારિત છે.
આમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ કામ કરે છે.
પોપટલાલ એક પત્રકાર છે અને મહેતા સાહેબ લેખક છે. આત્મારામ તુકારામ ભિડે કોચિંગ ચલાવે છે અને
તે સોસાયટીના સેક્રેટરી પણ છે.
આવી જ રીતે જેઠાલાલ ચંપકલાલ ગડા ની ઇલેક્ટ્રોનિક્સ શોપ છે.
દરરોજ જેઠાલાલ તૈયાર થઈને તેમની દુકાન પર જાય છે.
દુકાનમાં ત્રણ સ્ટાફ પણ છે.
નટ્ટુ કાકા, બાઘા અને મદન.
જેઠાલાલની આ દુકાન શોના લગભગ દરેક એપિસોડમાં દર્શાવવામાં આવી છે.
શોની ઘણી વાર્તા આ દુકાન સાથે સંકળાયેલી છે.
Tarak Mehta ka Ooltah CHashmah
શોની બહાર જો દુકાનની વાત કરીએ તો આ દુકાન મુંબઈના ખારમાં છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડીયાર છે.
તેઓ શો માટે આ દુકાન ભાડા પર આપે છે.
પહેલાં આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું,
પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સ તરીકે ફેમસ થયા પછી, શેખરે તેનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ રાખ્યું દિધુ હતું.
શેખર કહે છે કે પહેલા મને શૂટિંગ પર આપવાથી ડર લાગતો હતો કે ક્યાંક માલ તૂટી ન જાય,
પરંતુ આજ સુધી કંઈપણ નુકસાન થયું નથી.
શોને કારણે, દુકાનમાં હવે ગ્રાહક કરતાં વધુ પર્યટકો આવે છે.
જે પણ લોકો અહીં આવે છે તેઓ ફોટા પાડવાનું ભૂલતા નથી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268