તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે મુનમુન દત્તા ને સુપ્રીમ કોર્ટ supreme court of india માંથી રાહત મળી છે. તાજેતરમાં જ મુનમૂન દ્વારા જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના મામલે જોર પકડ્યું હતું, ત્યારબાદ રાજસ્થાન Rajasthan, મધ્યપ્રદેશ Madhya pradesh, ગુજરાત Gujarat અને મહારાષ્ટ્ર maharashtra માં અભિનેત્રી સામે એફઆઈઆર FIR નોંધાઈ હતી.આ મામલા પર આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન મુનમુનને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે આપરાધિક કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.મુનમુને થોડા દિવસો પહેલા એક મેકઅપનો ટ્યુટોરિયલ વીડિયો makeup tutorials videos શેર કર્યો હતો. આ વીડિયોમાં તે કહે છે કે હું યુટ્યુબ પર જલ્દી જ પ્રવેશ કરીશ અને આના માટે હું સારી દેખાવા માગુ છું. આ દરમિયાન મુનમૂન જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરે છે. મુનમૂનનો આ વીડિયો વાયરલ થયો હતો અને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
વીડિયો વાયરલ થયા પછી munmun dutta બધાની માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘મારા એક વીડિયોને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે, જેમાં મેં એક શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનો ખોટો અર્થ કરવામાં આવ્યો હતો. આ કોઈની ભાવનાઓને હર્ટ કરવા માટે ન હોતું કહેવામાં આવ્યું.મુનમુને આગળ લખ્યું કે, ‘મને તે શબ્દનો અર્થ ખબર નહોતી. પરંતુ મને જાણ થતાં જ મેં તરત જ તે ભાગ કાઢી નાખ્યો હતો. હું દરેક જાતિ અને જેન્ડરની ઇજ્જત કરુ છું. હું તેમની માફી માગુ છું જેને પણ મે ન ઈચ્છતાં દુ:ખ પહોંચાડ્યું છે.
મુનમૂન ઘણા સમયથી tarak mehta ka ulta chashma સાથે સંકળાયેલ છે. શોમાં તેમનું babita જીનું પાત્ર પ્રેક્ષકોને ખૂબ પસંદ છે. શોમાં તેમનું પાત્ર એકદમ ગ્લેમરસ છે.મુનમૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પાતાના ઘણા હોટ અને બોલ્ડ ફોટોઝ દ્વારા ચાહકોનું મનોરંજન કરતા રહે છે. જો કે આ કેસ પછી અભિનેત્રીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ માફી માંગ્યા બાદ હવે કદાચ ચાહકો તેમને માફ કરી દે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.