તમે બાળકોને માટી ખાતા ઘણીવાર જોયા હશે. સામાન્ય રીતે બાળકોને તેની આદત પડી જતી હોય છે પરંતુ આજે અમે તમને ૮૦ વર્ષના એક એવા વૃદ્ધ વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે દરરોજ આરામથી ૨૫૦ ગ્રામ પથ્થર ખાઈ જાય છે. તે આ પથ્થર પોતાના શોખનાં કારણે ખાય છે. તેમને આ પથ્થર ખાતા ૩૧ વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે.
અમે અહીંયા જે વ્યક્તિનાં વિશે વાત કરી રહ્યા છીએ, તે મહારાષ્ટ્રના “સતારા” ગામમાં રહે છે. તેમનું નામ રામભાઉ બોડકે છે. ગામના લોકો તેમને “પથ્થર વાલે બાબા” ના નામથી પણ જાણે છે. રામભાઉ ના ખિસ્સામાં હંમેશા પથ્થરનાં ટુકડા હોય છે. તેમનું જ્યારે પણ મન થાય છે, તે તેમને ખાવા લાગે છે. જ્યારે ડોક્ટર્સને પથ્થર ખાવાવાળા આ વૃદ્ધ વ્યક્તિનાં વિશે જાણવા મળ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
રામભાઉ બોડકે જણાવે છે કે તે વર્ષ ૧૯૮૯ માં કામની શોધમાં મુંબઈ આવ્યા હતાં. અહીંયા તેમને પેટમાં દુખાવાની ફરિયાદ રહેવા લાગી હતી. તેમણે પોતાના પેટના દુખાવાની ત્રણ વર્ષ સુધી સારવાર કરાવી પરંતુ તેમને તેમાં રાહત મળી નહી, તેવામાં તે મુંબઈ છોડીને “સતારા” આવી ગયા અને ખેતી કરવા લાગ્યા. જો કે અહીંયા પણ તેમને પેટના દુખાવામાં કોઇ રાહત મળી નહી.
ત્યારબાદ એક વૃદ્ધ મહિલાએ તેમને પથ્થર ખાવાની સલાહ આપી. બસ ત્યારબાદથી રામભાઉ બોડકે એ પથ્થર ખાવાનું શરૂ કરી દીધું. તેનાથી તેમને પેટના દુખાવામાં થોડી રાહત પણ મળી. ત્યારબાદ તે દરરોજ પથ્થર ખાવા લાગ્યા. તે ૩૧ વર્ષથી પથ્થર ખાઇ રહ્યા છે.
થોડા દિવસો પહેલાં જ તેમને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, જેના લીધે તે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ત્યાં તેનું સિટી સ્કેન કરવામાં આવ્યું તો તેમના પેટમાં ઘણા બધા પથ્થરો જોવા મળ્યા. આ નજારો જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોક્ટરને વિશ્વાસ આવી રહ્યો ના હતો કે દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાવા છતાં પણ આ વૃદ્ધ વ્યક્તિ હજુ જીવીત છે. જોકે રામભાઉની તબિયત હવે સારી છે. ડોક્ટરોએ તેમને ફરીવાર પથ્થર ના ખાવાની સલાહ આપી છે. જો કે તે પોતાની આ આદત પર કંટ્રોલ રાખી શકે છે કે નહીં તે તો સમય જ બતાવશે.
જોકે આ અનોખી બાબત પર તમારું શું મંતવ્ય છે. તમને જણાવી દઈએ કે તમારે આ પ્રકારની ભુલ બિલકુલ પણ કરવી નહી. પથ્થર ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર નેગેટિવ પ્રભાવ પડી શકે છે. સાથે જ જો તમારા બાળકોને પણ માટી ખાવાની આદત છે તો તેમની આ આદત પણ તરત જ છોડાવી દેવી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268