સારી ઉંઘ માટે અમુક લોકો સૂતા પહેલા ન્હાવાનુ પસંદ કરે છે તો અમુક લોકો વિશેષ સ્થિતિમાં સૂવે તો જ તેમને સારી ઉંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે એ છે કે રાતે સૂતી વખતે તેમને ચાદર કે ધાબળાની જરૂર પડે છે. હવામાન ગમે તેવુ હોય, મોટાભાગના લોકો સારી ઉંઘ માટે ચાદર કે ધાબળો ઓઢ્યા વિનના સૂવાની કલ્પના નથી કરી શકતા. આવો જાણીએ કે અમુક લોકોને ભલે કોઈ પણ હવામાન હોય પરંતુ ઓઢ્યા વિના ઉંઘ કેમ નથી આવતી.
આ મનોવૈજ્ઞાન પાછળનુ કારણ પણ છે. જ્યારે વ્યક્તિ સૂવે છે ત્યારે તેના શરીરનુ તાપમાન ઘટવા લાગે છે અને તે સવારે 4 વાગે સૌથી નીચા પોઈન્ટ પર પહોંચી જાયછે. આ પ્રક્રિયા સૂવાના એક કલાક પહેલા શરૂ થઈ જાય છે અને જ્યારે એક વાર વ્યક્તિ રેપિડ આઈ મૂવમેન્ટ (આરઈએમ) સ્લીપ સાઈકલ પર પહોંચી જાય ત્યારે શરીર તાપમાન વિનિયમિત કરવાની ક્ષમતા ગુમાવી દે છે. રેપિડ આઈ મૂવમેન્ટનો અર્થ વ્યક્તિની બંધ આંખની અંદર કીકીઓનુ તીવ્ર ગતિથી આમ-તેમ ફરવુ છે. ચાદર કે ધાબળો વ્યક્તિને આખી રાત ગરમ રહેવામાં મદદ કરે છે અને ઠંડીથી બચાવે છે.
બેડ પર જતી વખતે પોતાને એક ધાબળામાં ઢાંકી દેવુ સર્કેડિયન લયનો મહત્વપૂર્ણ ભાગ છે. સર્કેડિયન લય 24 કલાકનુ એક ચક્ર છે કે જે જૈવ રાસાયણિક, શારીરિક અને વ્યવહારિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરીને ઉંઘના ચક્રને પ્રભાવિત કરે છે. એટલે કે એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શરીર ક્યારે સૂવા જવા માટે તૈયાર છે અને ક્યારે જાગવા માટે તૈયાર છે. આ આદતને જન્મથી જ વિકસિત કરવામાં આવે છે અને મોટા થવા પર પણ તે આમ જ બની રહે છે.
વર્ષ 2015માં જર્નલ ઑફ સ્લીપ મેડિસીન એન્ડ ડિસઑર્ડરમાં પ્રકાશિત એક અભ્યાસથી માલુમ પડ્યુ છે કે એક ભારે ધાબળા નીચે સૂવાથી રાતે સારી ઉંઘ લેવામાં મદદ મળે છે. 2020માં અમેરિકન જર્નલ ઑફ ઑક્યુપેશનલ થેરેપીમાં પ્રકાશિત થયેલ અભ્યાસમાં ખુલાસો થયો કે ભારે ચાદર પણ ચિંતા અને અનિદ્રાથી પીડિત લોકોની મદદ કરી શકે છે. અનિદ્રાથી પીડિત વ્યક્તિ માટે ઉંઘ આવવી કે સૂતા રહેવુ મુશ્કેલ હોય છે. અનિદ્રા સામાન્ય રતે દિવસના સમયે ઉંઘ, સુસ્તી અને માનસિક તેમજ શારીરિક રીતે બિમાર થવાની સામાન્ય અનુભૂતિને વધારે છે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ધાબળાની ગરમી અને આરામ રાતે સુરક્ષા અનુભવાય છે. અંધારાનો ડર એક સામાન્ય ડર છે અને તે ડરથી ખુદને બચાવવા માટે ધાબળાનો ઉપયોગ કરે છે. એ સુનિશ્ચિત કરવુ જરૂરી છે કે જે ધાબળાનો ઉપયોગ કરી રહ્યા છે તેનુ મટીરિયલ એવુ હોય જેની અંદર શ્વાસ લેવુ સુવિધાજનક હોય અને પરસેવો અને ભેજની મુશ્કેલી ન થાય. રાતે આરામદાયક અનુભવવા માટે તે પૂરતુ નરમ હોવુ જોઈએ.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268