રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જેમાં ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હતા ત્યારે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરીને પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી છે .હવે કોરોના કેસ ઘટતા સરકાર દ્વારા આ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે .તેમ છતાં કોરોનાની ત્રીજીલહેરની સંભાવનાને ધ્યાન માં લઈને આ વખતે રાજયમાં મેળાઓ નહિ યોજાય . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ વર્ષ સુરેન્દ્રનગર જીલ્લા માં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ બંધ રહેશે.
વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનુંવિશેષ મહત્વ હોવાથી ઓ મેળામાં લોકોની જનમેદની ઉમટતી હોય છે. ત્યારે આ વર્ષ તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે.કોરોના મહામારી વચ્ચે અનેક ધાર્મિક તહેવારો અને મેળાવડા મોકુફ રાખવાની ફરજ પડી છે.ત્યારે પ્રખ્યાત તરણેતરનો મેળો પણ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેને પગલે ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી પ્રજાની લાગણી દુભાઇ છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં વર્ષોથી તરણેતરનો મેળો યોજાય છે અને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો તરણેતરના મેળાનો આનંદ લેવા પહોંચતા હોય છે.આ વર્ષે મેળો બંધ રહેતા મંદિર પર ધજા ચઢાવવાની પરંપરાને સાદાઇથી પૂર્ણ કરાશેકોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ વર્ષ તમામ મેળાવડા બંધ રાખવામાં આવ્યા છે.