ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું આયોજન આ વર્ષે પણ રદ કરાયું છે.
જેના કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે. આ સાથે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરાશે નહીં.
રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઘણા સમયથી લોકો મેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાને ધ્યાને લઈ તંત્ર કોઈ જોખમ ખેડવા માગતું નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268