આજ કાલ ફેમીલી મેન 2 ખુબ ચર્ચામાં છે. પરંતુ બહુ ઓછા લોકોને જાણ હશે કે મનોજ બાજપેયી અભિનીત સિરીઝ ‘ફેમિલી મેન’ માં એક પાત્ર એવું છે, જે હમણાં જ પડદા પર જોવા મળ્યું છે. પરંતુ વર્ષોથી તેનો અવાઝ સાંભળતા આવ્યા છીએ. જી હા તમને યાદ હોય તો આ સિરીઝમાં અજિતની ભૂમિકામાં એક વ્યક્તિ જોવા મળે છે. જે શ્રીકાંત તિવારી એટલે કે મનોજ બાજપેયીની દીકરીનો ફોન ટ્રેક કરવામાં મનોજ બાજપાઈની મદદ કરે છે.આ રોલ જેને ભજવ્યો છે તેનું નામ છે વિજય વિક્રમ સિંહ. આ વ્યક્તિને આ પહેલા તમે એમેઝોન પ્રાઇમ વિડિઓની વેબ સિરીઝ, મિર્ઝાપુર 2 માં અને ફેમિલી મેનના પહેલા ભાગમાં જોયો હશે. પરંતુ આ વ્યક્તિનો અવાજ આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ. જી હા આ એ જ વ્યક્તિ છે જે બિગ બોસ શોમાં બિગ બોસનો અવાજ આપે છે. આ વાંચતા જ તમારા કાનમાં “બિગ બોસ ચાહતે હૈ” ગુંજી ઉઠ્યું હશે.
વિજય છેલ્લાં ઘણા વર્ષથી ‘બિગ બોસ’ શો સાથે એક નરેટર તરીકે જોડાયેલા છે. વિજય ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે. એમબીએનો અભ્યાસ કરી ચૂકેલા વિજયનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નહોતો. તેમને ગાવાનો શોખ હતો પણ તે ગાવાનું નથી જણાતા.એક સમય હતો જ્યારે વિજય જ્યારે મૃત્યુની ખૂબ નજીક હતા, ત્યારે મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યા. વિજય 20 વર્ષની ઉંમરે ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. જ્યારે તેઓ 26 વર્ષના થયા ત્યાં સુધીમાં તે દારૂના નશાની આદતમાં ફસાઈ ગયા અને આને કારણે તેમનું જીવન એક આપત્તિ બની ગયું.
વર્ષ 2009 માં વિજયને પ્રથમ વખત વોઈસઓવર કલાકાર તરીકે કામ મળ્યું અને અહીંથી તેમની નવી જિંદગીની શરૂઆત થઈ. વિજયે અત્યાર સુધી 250 રિયાલિટી શો અને 100 થી વધુ ટીવી કમર્શિયલમાં પોતાનો અવાજ આપ્યો છે. અને આ કામથી જ તેમને ‘બિગ બોસ’માં ની ઓફર મળી અને તેમની જિંદગી બદલાઈ ગઈ. હવે તેઓ અભિનયમાં પણ હાથ અજમાવી રહ્યા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268