નાના પડદાનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. શોમાં નટુકાકાનો રોલ નિભાવતો ઘનશ્યામ નાયક આજકાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી નટુકાકા શોમાં નજરે ના આવતા ફેન્સમાં ચિંતા છવાઈ ગઈ હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે, ઘનશ્યામ નાયક છેલ્લા થોડા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષીય એક્ટરનું હાલમાં જ ઓપરેશન થયું હતું. જે બાદ ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. ગત વર્ષે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની લગાતાર ટ્રીટમેન્ટ બાદ તેની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ નટુકાકા ગુજરાતના દમણમાં શૂટિંગ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયક આવનાર સમયમાં મુંબઈમાં શોનું શૂટિંગને લઈને ઘણા ઉત્સાહિત છે.
તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા માં સુ મળી ગયા જેઠાલાલના સાસુ? કયા અભિનેત્રી બનશે દયાબેનની માતા?