તમે ઘણી વાર જોયું હશે કે લોકો અને સોશિયલ મીડિયા સ્ટાર્સ અપેક્ષા સામે વાસ્તવિકતા એટલે કે expectation vs reality ના વિડીયો અને ફોટા શેર કરતા હોય છે. આ પ્રકારની પોસ્ટમાં એ સૂચવવામાં આવ્યું હોય કે કોઈ વસ્તુ કરતા સમયે શું અપેક્ષા હોય છે અને વાસ્તવિકતામાં એ વસ્તુ કઈ રીતે થાય છે. આવી જ એક પોસ્ટ દીપિકાએ પણ શેર કરી છે. જેમાં તેણે કસરત કરવા વિશેની તેની અપેક્ષા અને સામે વાસ્તવિકતાનો પણ ફોટો મુક્યો છે.
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની ફિલ્મો જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની પોસ્ટથી પણ લોકચાહના જાળવી રાખે છે. દીપિકા અવારનવાર ફની અને મજેદાર પોસ્ટ શેર કરતી રહે છે. દીપિકા ક્યારેક કેક ખાતી જોવા મળે છે તો ક્યારેક રણવીર સિંહ સાથે વેકેશન માણતી જોવા મળે છે. તો ક્યારેક યોગા કરતી તો ક્યારેક એકસરસાઈઝના ધમાકેદાર ફોટા પણ શેર કરતી રહે છે.દીપિકાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે તેને જીમમાં કસરત કરવાનું મન નથી થતું. દીપિકાએ બે તસ્વીર શેર કરી છે જેમાં એકમાં યોગ કરતી જોવા મળી રહી છે. તો બીજી તસ્વીરમાં તે સુતી જોવા મળી રહી છે. દીપિકાએ આ ફોટા શેર કરીને લખ્યું છે – Expectation vs Reality.
દીપિકાએ ઘણા દિવસથી કોઈ પોસ્ટ કરી ન હતી, અને હવે આ પોસ્ટ આવવાથી ફેન્સ પણ મનોરંજન લઇ રહ્યા છે. આ પોસ્ટથી ફેન્સને ખુબ મજા પડી રહી છે. આ ફની પોસ્ટ પર લોકોના પણ ફની રીએક્શન આવી રહ્યા છે. ફેન્સે પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે. એક ફેને તો પોસ્ટમાં લખ્યું છે કે તમે બીજી તસ્વીરમાં રણવીર પાસેથી પ્રેરણા લીધી છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાસે ફિલ્મોની લાઇન છે. તે રણવીર સિંહ સાથે ફિલ્મ 83 માં જોવા મળશે. આ સિવાય તે અનન્યા પાંડે અને સિદ્ધંત ચતુર્વેદીની સાથે શકુન બત્રાની ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મના નામ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલું જ નહીં ફાઇટર માં રિતિક રોશન સાથે, શાહરૂખ ખાનની સાથે પઠાણ અને મધુ મન્ટેનાની રામાયણ 3 ડી માં જોવા મળશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268