જ્યાં એવા ઘણા ટીવી સેલેબ્સ છે જેઓ તેમના સાથી કાલાકારના પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરી લીધાં. તે જ સમયે, કેટલાક એવા છે જેમના લાઈફ પાર્ટનર તેમના માતાપિતા અથવા તેમના ભાઇ-ભાઇએ શોધ્યા હોય. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દયાબેન એટલે કે દિશા વાકાણીની કહાણી અલગ છે. તેઓએ વર્ષો સુધી દયાની ભૂમિકા ભજવી. પરંતુ દિશા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. દિશા અમદાવાદની છે અને તેણે થિયેટરથી અભિનયની શરૂઆત કરી હતી.
કોણ આપે છે બિગ બોસનો અવાજ?? જેમણે ફેમિલી મન 2 માં પણ ભજવ્યો છે ભાગ
દિશાએ વર્ષ 2015 માં મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની સ્તુતિ નામની એક દીકરી પણ છે. અભિનેત્રી વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગઈ હતી, જેના પછી તેના વિશે કોઈ સમાચાર નથી. માતા બન્યા બાદ દિશા કોઈ પણ શોમાં પરત ફરી નથી.દિશાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ‘પહેલીવાર મયુરને મળીને સારું લાગ્યું અને અમે મળતા રહ્યા. આ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.દિશાના કહ્યા પ્રમાણે તેનું માનવું હતું કે “લગ્નમાં બેલેન્સ બનાવવા માટે એવા સાથીની જરૂર છે જેની આદતો તમારા સાથે મળતી હોય. બંનેના સંબંધમાં સૌથી સારી વાત એ છે કે બંને એક-બીજાને એવા જ સ્વીકારે જેતા તેઓ છે.” લગ્ન બાદ પણ દિશાએ કામ શરુ રાખ્યું હતું પરંતુ દીકરીના જન્મ બાદ તેઓ પરિવારમાં વ્યસ્ત છે.
જ્યારે દિશાના પતિ મયુર પાડિયાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમે બંને જુદા જુદા વ્યવસાયોથી છો, તો તમે જીવન સાથી બનવાનું કેવી રીતે નક્કી કર્યું?’ તો આ અંગે તેણે કહ્યું, ‘જે દિવસે હું દિશાને મળ્યો હતો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે અમે સંબંધોને આગળ વધારવાનો વિચાર કરીશું. શરૂઆતમાં, અમે બંને એકબીજાને જાણતા નહોતા. તેથી જ મેં વિચાર્યું કે અમે પહેલા એક બીજાને થોડો સમય આપીશું અને સમજીશું કે જીવનસાથી બનવા યોગ્ય છે કે નહીં.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268