તાજેતરમાં Taarak Mehta Ka Ooltah Chashmah સિરીયલના સ્ટાર્સ જેઠાલાલ એટલે કે, દિલીપ જોષી અને તારક મહેતા એટલે શૈલેષ લોઢા વચ્ચે સંબંધો સારા ન હોવાના સમાચાર સામે આવ્યા હતા. સિરીયલમાં ભલે બંનેની દોસ્તીની ચર્ચા થતી હોય પરંતુ હકીકતમાં બંને વચ્ચે મનમેળ નથી. પરંતુ ખુદ શૈલેષ સોઢાએ એક ઇન્ટરવ્યૂમાં આ તમામ વાતોને ખોટી ગણાવી.
Taarak Mehta Ka Ooltah Chashmah દર્શકોનો ફેવરિટ શૉ છે. છેલ્લા 12 વર્ષથી તે લોકોનું મનોરંજન કરે છે. સિરીયલ સાથે જોડાયેલી નાનામાં નાની વાતો દર્શકો જાણવા ઇચ્છતા હોય છે. ત્યારે તાજેતરમાં સિરીયલના 2 કલાકારો વચ્ચે સારા સંબંધ ન હોવાની વાત સામે આવી હતી.મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે, જેઠાલાલ એટલે કે, દિલીપ જોષી અને તારાક મહેતા એટલે કે શૈલેષ લોઢા વચ્ચે સારા સંબંધ નથી.બંને શૂટિંગ બાદ એકબીજા સાથે વાત પણ નથી કરતા.
શૈલષ લોઢાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ પ્રકારની તમામ વાત ખોટી છે. હકીકતમાં બંને વચ્ચે સિરીયલમાં જેવા સંબંધ છે તેવા જ સંબંધ રિયલ લાઇફમાં છે.
તેમણે કહ્યું, અમે ન માત્ર એકસાથે શુટિંગ કરીએ છીએ પરંતુ એકસાથે લાંબો સમય પણ પસાર કરીએ છીએ. અમે બંને શુટિંગના સેટ પણ ઘણી મસ્તી કરીએ છીએ કારણ કે, અમારા બંનેનો સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે.
શૈલેષ લોઢાએ એમ પણ જણાવ્યું કે, દિલીપ જોષી સાથે તેમનો કોઇ પણ વાતને લઇને ક્યારેય ઝઘડો નથી થયો. ત્યારે આ પ્રકારના સમાચારથી મને હસવું આવ છે.