ફેબ્યુલસ કન્ટેસ્ટન્ટ્સના કારણે ઈન્ડિયન આઈડલ 12 હંમેશા લાઈમલાઈટમાં રહે છે. સિંગિંગ રિયાલિટી શોનો આ વખતનો એપિસોડ વધારે સ્પેશિયલ રહેવાનો છે. કારણ કે, બોલિવુડ ડીવા રેખા મહેમાન બનવાના છે અને કન્ટેસ્ટન્ટ્સ તેમની ફિલ્મોના સોન્ગ પર પર્ફોર્મન્સ આપવાના છે. શોના મહેમાન બનેલા રેખા નેહા કક્કડ માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યા હતા. રેખાએ સુંદર સાડી પહેરી હતી. તેઓ એટલા સુંદર લાગી રહ્યા હતા કે સેટ પર ઉપસ્થિત છોકરીઓની સાથે-સાથે નેહા કક્કડ પણ તેમનાથી પ્રભાવિત થઈ ગઈ હતી. રેખાએ ઉલ્લેખ કર્યો કે, નેહા કક્કડના લગ્ન વિશે સાંભળીને તેમને ખૂબ ખુશી થઈ હતી અને ‘શાદી કા શગુન’ તરીકે ખાસ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું.
રેખાએ નેહાને સુંદર કાંજીવરમ સાડી આપી હતી. જેનાથી સિંગર સ્તબ્ધ થઈ ગઈ હતી અને સદાબહાર એક્ટ્રેસ પાસેથી ગિફ્ટ મળ્યા બાદ આભાર વ્યક્ત કર્યો હતો.નેહાએ કહ્યું કે, ‘આ સાડી રેખા મેમ તરફથી મને મળેલા આશીર્વાદ છે. આ હંમેશા મારા માટે ખાસ રહેશે. દરેક વ્યક્તિ રેખા મેમની પ્રતિભાથી અંજાઈ જાય છે. તેમને મળ્યા બાદ મારી સાથે પણ આવું થયું છે. તેમના તરફથી ગિફ્ટ મળતી તે ખૂબ ખાસ છે. હું કેટલી ખુશ છું તેનું વર્ણન શબ્દોમાં કરી શકું તેમ નથી’.