બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં કાશ્મીરમાં જોવા મળ્યા. Akshay Kumar અવાર નવાર ભારતીય જવાનોને મળવા જતા હોય છે. તે જ રીતે ગુરુવારે અક્ષય કુમાર Indian Army ભારતીય સૈન્યના સૈનિકોને મળ્યા હતા અને તેમની સાથે ભાંગડા bhangda પણ કર્યા હતા. આ દરમિયાન અક્ષયે Kashmir ના બાંદીપુરા જિલ્લાના નીરુ ગામમાં એક શાળાના નિર્માણ School Development માટે એક કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે. ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે બપોરે અક્ષય કુમારે ગુરેઝ સેક્ટરમાં કંટ્રોલ લાઇન નજીક આવેલા નીરુ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અક્ષય કુમાર આ જ ગામમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ border security force અને ભારતીય સેનાના અન્ય જવાનોને મળ્યા. નજીકમાં બીએસએફની BSF યુનિટ પોસ્ટ છે, જ્યાં અક્ષય કુમારે ભારતીય સૈનિકો અને સ્થાનિક Local People લોકો સાથે જોરદાર ડાન્સ dance કર્યો.
નેહા મહેતાએ ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ છોડ્યો અંજલી ભાભીનો રોલ
બીએસએફએ તેના સત્તાવાર ટ્વિટર Twitter એકાઉન્ટની કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં અક્ષય કુમાર અને બીએસએફ ડીજી રાકેશ અસ્થાનાની પણ જોવા મળે છે. આ તસવીરોમાં રાકેશ અસ્થાના અને અક્ષય કુમાર દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. ફોટાઓ શેર કરતા બીએસએફએ કેપ્શનમાં લખ્યું છે – બીએસએફના ડીજી Rakesh Asthana એ એક સમારોહ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સરહદ રક્ષકોને પુષ્પાંજલિ અર્પી હતી. અભિનેતા અક્ષય કુમાર પણ ડીજી બીએસએફ સાથે હતા અને શહીદ થયેલા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી.
સા સાથે જ બીએસએફ કાશ્મીરના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમાર સાથે બીએસએફ જવાનોને જોઈ શકાય છે. તેમણે અક્ષય કુમારનું ફૂલોથી ઉષ્માભેર સ્વગત કર્યું હતું. આ વીડિયોને શેર કરતાં બીએસએફ કાશ્મીરે લખ્યું – દેશ આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે અને અક્ષય કુમાર ફરી એકવાર સરહદની સુરક્ષા કરી રહેલા દેશના બહાદુર સૈનિકોને મળવા પહોંચ્યા. અક્ષય કુમારને ફરી એકવાર ભારતીય સૈનિકો સાથે જોઇને તેના followers ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેના ચાહકો પણ નીરુ ગામની શાળાના નિર્માણ માટે અક્ષયે આપેલી દાનની પ્રશંસા કરી રહ્યા છે. અક્ષય કુમારે પણ આ ક્ષણોને પોતાના ટ્વીટર પર પણ પોસ્ટ કરી છે. જેમાં ફેન્સ ખુબ ઉત્સાહીત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268