JEE Mains : JEE મેઇન સેશન-2નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચેક કરી શકે છે.
JEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. કુલ 56 ઉમેદવારોએ પરિણામમાં 100 NTA સ્કોર્સ મેળવ્યા છે.
56 ઉમેદવારોમાંથી તેલંગાણામાંથી 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, ગુજરાત, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાંથી 2, ઝારખંડ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થીએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે.
JEE મેન્સ પરિણામ આ રીતે ચેક કરો:
1 – jeemain.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
2 – હોમ પેજ પર JEE મેન્સ પરિણામ 2024 પર ક્લિક કરો
3 – તમારો અરજી નંબર અને જરૂરી વિગતો દાખલ કરીને સબમિટ કરો.
4 – તમારું JEE Mains સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે