સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો જેમાં ઓવર ઓલ કેટેગરીમાં જૂનાગઢ જિલ્લાની આઠ શાળા અને સબ કેટેગરીમાં 30 શાળાઓ પસંદ કરવામાં આવી છે ગ્રામ્ય વિભાગમાં માળીયા હાટીના તાલુકા ની ભંડુરી પ્રાથમિક શાળાનો પ્રથમ ઇનામ પેટે 15000 બીજા ક્રમે જુનાગઢ તાલુકાની પોદાર ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ ને બાર હજાર અને ત્રીજા ક્રમે આવેલી વિસાવદર તાલુકાની બ્રહ્માનંદ વિદ્યામંદિર ને દસ હજાર અને શહેરી વિસ્તારમાં જૂનાગઢ શહેરની તાલુકાની ઝાંઝરડા પ્રાથમિક શાળા ને પંદર હજાર ઇનામ આપવામાં આવ્યું હતું આ સાથે જુદી જુદી કક્ષામાં જેવી કે શાળાનું વાતાવરણ બિલ્ડીંગ કક્ષામાં કેશોદ તાલુકા ની શેરગઢ શાળા ને 7000 covid-19 સજ્જતા અને પ્રતિભાવ કક્ષામાં ખામધ્રોળ પ્રાથમિક શાળાને 7000 સાબુ અને હાથ ધોવાની કક્ષામાં જૂનાગઢ શહેરની કેન્દ્રીય વિદ્યાલયની 7000 સંચાલન અને જાળવણી કક્ષામાં ભેસાણ તાલુકા ની છોડવડી કન્યાશાળા ને 7000 ટોયલેટ કક્ષામાં ભેસાણ તાલુકા ની તડકા પિપળીયા પ્રાથમિક શાળાને 7000 પીવાના પાણી કક્ષામાં કેશોદ તાલુકા ને નાનીઘંસારી પ્રાથમિક શાળાને સાત હજારનું ઇનામ આપવામાં આવ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું